રેપના આરોપીને જેલમાં જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ ઇન્સ્ટા LIVE કરી માણી દારૂની મહેફિલ
મોરબી જેલમાંથી અગાઉ માવા મળી આવ્યા હતા અને હાલમાં એક કેદીએ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કર્યું હોવાના મેસેજ વિડીયો વાયરલ થયો હતો અને વિડિયોમાં દેખાતા કેદીનું નામ બાબુ દેવા કનારા હોવાનું પોલીસ અધિકારી પાસેથી જાણવા મળ્યું હતું
હિમાંશું ભટ્ટ/મોરબી: મોરબી સબ જેલમાં રાખવામા આવેલા કેદીનો એક વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર વાઇરલ થયેલ છે જેથી કરીને હાલમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ અને પોલીસ જવાનો દ્વારા ત્રણ કલાક સુધી જેલની જડતી લેવામાં આવી હતી. તે દરમ્યાન જેલમાંથી કોઈપણ પ્રતિબંધિત વસ્તુ મળી આવેલ નથી અને જે વિડીયો વાયરલ થયેલ છે તે મોરબીની સબ જેલનો ન હોવાની પોલીસે તપાસના અંતે જણાવ્યુ છે. અને વિડીયો બાબતે પોલીસ વિભાગ અને જેલ પ્રસાશન દ્વારા વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.
મોરબી જેલમાંથી અગાઉ માવા મળી આવ્યા હતા અને હાલમાં એક કેદીએ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કર્યું હોવાના મેસેજ વિડીયો વાયરલ થયો હતો અને વિડિયોમાં દેખાતા કેદીનું નામ બાબુ દેવા કનારા હોવાનું પોલીસ અધિકારી પાસેથી જાણવા મળ્યું હતું આ શખ્સે જેલમાંથી rajveer_ahir_kanara નામના ઈન્સ્ટાગ્રામ આઇડીમાંથી લાઈવ કર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું હતી જેથી કરીને પોલીસ વિભાગ અને જેલ તંત્ર દ્વારા વિડીયોની તપાસ શરૂ કરવામાં આવી હતી.
મોરબીના ડીવાયએસપી સમીર સારડા અને એલસીબી તેમજ એસઓજીના અધિકારી તેમજ કર્મચારીઓ જેલની જડતી લેવા માટે પહોચ્યા હતા અને ત્રણ કલાક સુધી જેલમાં ચેક કરવામાં આવ્યું તેમ છતાં પણ મોરબીની જેલમાંથી કોઈ પ્રતિબંધિત વસ્તુ મળી આવેલ નથી. વધુમાં મળતી માહિતી મુજબ જે કેદીનો વિડીયો વાઇરલ થયેલ છે તે તે ગેંગ રેપના કેસમાં જેલમાં બંધ છે. અને જામનગરમાં યુવતી સાથે દુષ્કર્મ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અને હૈદ્રાબાદમાં લૂંટનો ગુનો તેની સામે નોંધાયેલ છે. અને આ આરોપી આગાઉ ભુજ, પોરબંદરમ ગોંડલ સહિતની જેલમાં રહી ચૂક્યો છે. છેલ્લા ચાર મહિનાથી તેને ભુજની જેલમાંથી મોરબીની જેલમાં બદલી કરીને મૂકવામાં આવેલ છે. આ બાબતે ડીવાયએસપી સમીર સારડા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, જે વિડીયો વાઇરલ થયેલ છે તેની તપાસ માટે જેલની જડતી લેવામાં આવી હતી અને ત્રણ કલાકની તપાસમાં કોઈ પ્રતિબંધિત વસ્તુ જેલમાંથી મળી આવેલ નથી અને જે વીડિયો વાયરલ થયેલ છે તે મોરબીની જેલનો ન હોય તેવું લાગી રહ્યું છે. જો કે, આ વિડીયો કયાનો છે તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
આ અંગે મોરબી સબ જેલના જેલર હરેશ બાબરિયાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, આ આરોપી તા 15/8/24 થી મોરબીની જેલમાં આવેલ છે અને હાલમાં બાબુ ક્નારા અને તેની સાથે વિડિયોમાં દેખાતો બીજો કેદી પણ મોરબીની જેલમાં જ છે પણ બંને મોરબીમાં જેલમાં જુદીજુદી બેરકેમાં છે જેથી આ વિડીયો મોરબીની જેલનો ન હોય તેવું દેખાઈ રહ્યું છે.હાલમાં જે વિડ્યો વાયરલ થયેલ છે તેમાં બે શખ્સ દેખાઈ છે તે બંને અગાઉ ભુજની પલારા જેલમાં તે બંને સાથે હતા ત્યારે સાથે બેસતા હતા અને નાસ્તો કરતાં હતા તેવી કબૂલાત તેને મોરબીના જેલર સમક્ષ આપેલ છે ત્યારે આ વિડીયો કયાનો છે તેની માહિતી સામે આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.