મોરબીના કાંતિલાલ મૂછડિયાએ મારી પલટી, હવે નહીં લે સમાધિ, જાણો શું છે મામલો
મોરબીના પીપળિયા ગામમાં કાંતિલાલ મૂછડિયાએ હવે પલટી મારી દીધી છે. સમાધિ નહીં લેવા અંગેની પોલીસને બાંહેધરી આપી દીધી છે. કાંતિલાલ મૂછડિયા 28 નવેમ્બરે સમાધિ લેવાના હતા. મોરબી જીલ્લાના પીપળીયા ગામના કાંતિભાઇ નામના એક વ્યક્તિએ જીવતા સમાધી લેવાની જાહેરાત કરી દેતા પ્રશાસન હરકતમાં આવ્યું હતું. તેઓ શારીરિક અને માનસિક રીતે સંપુર્ણ સ્વસ્થ હોવા છતાં પણ તેઓના એક પૂર્વજ દ્વારા આદેશ કરવામાં આવ્યો હોવાથી તેમણે સમાધિ લેવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. સમાધિની તારીખ પણ નક્કી કરી હતી. તે દિવસે તેમણે સમાધિની મંજુરી આપવા માટે તંત્ર પાસે માંગણી કરી હતી.
અમદાવાદ: મોરબીના પીપળિયા ગામમાં કાંતિલાલ મૂછડિયાએ હવે પલટી મારી દીધી છે. સમાધિ નહીં લેવા અંગેની પોલીસને બાંહેધરી આપી દીધી છે એવો પોલીસે દાવો કર્યો છે. તેમના કહેવા મુજબ કાંતિલાલે પોલીસને લેખિતમાં નિવેદન આપ્યું છે. આ બાજુ પરિવારજનો પણ કાંતિલાલને સમજાવવાનો પ્રયત્ન કરશે. કાંતિલાલ મૂછડિયા 28 નવેમ્બરે સમાધિ લેવાના હતા. મોરબી જીલ્લાના પીપળીયા ગામના કાંતિભાઇ નામના એક વ્યક્તિએ જીવતા સમાધી લેવાની જાહેરાત કરી દેતા પ્રશાસન હરકતમાં આવ્યું હતું. તેઓ શારીરિક અને માનસિક રીતે સંપુર્ણ સ્વસ્થ હોવા છતાં પણ તેઓના એક પૂર્વજ દ્વારા આદેશ કરવામાં આવ્યો હોવાથી તેમણે સમાધિ લેવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. સમાધિની તારીખ પણ નક્કી કરી હતી. તે દિવસે તેમણે સમાધિની મંજુરી આપવા માટે તંત્ર પાસે માંગણી કરી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube