Morbi News : મોરબીની રાણીબા ઈન્ડસ્ટ્રીમાં કર્મચારીની પીટાઈના કેસમાં વિભૂતિ પટેલ સહિત 5 આરોપીઓએ આગોતરા જામીન માટે અરજી કરી છે. 12 આરોપીઓ સામે ફરિયાદ નોંધાતાં રાણી ડોન ભૂગર્ભમાં ઊતરી ગઈ છે. મોટી વાત તો એ છે કે, ચકચારી કેસમાં રાણીબા કેસમાં રાણીબા સહિતના પાંચ આરોપીઓની આગોતરા જામીન માટે અરજી મુકાઈ. મોરબીની કોર્ટમાં આરોપીના વકીલ મારફતે અરજી મૂકાઈ છે. ગઈકાલે જ આગોતરા જામીન માટેની અરજી હિયરિંગ હાથ ધરાઇ તેવી શક્યતા છે. ત્યારે મોરબીની રાણીબાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને તેની રીલ્સ ચર્ચામાં આવી છે. લાખોની કરે છે તે શોપિંગ... હજારોના પહેરે છે તે કપડા... મોંઘી-મોંઘી ગાડીઓમાં ફરવાનો છે તેને શોખ... પોતાની સાથે રાખે છે તે બોડીગાર્ડ... આ છે પોતાને લેડી ડોન ગણાવતી વિભૂતી પટેલ... ઉર્ફે રાણીબા... જેને હાલ મોરબી પોલીસ અલગ-અલગ ટીમો બનાવીને શોધી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાણીબાને લાઈફસ્ટાઈલ વિશે વાત કરીએ તો તે રોયલ લાઈફ જીવવામાં માને છે. આ અમે નથી કહેતા આ બતાવે છે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ. તેના વીડિયોએ તહેલકા મચાવ્યા છે. તેની ફોર્ચ્યુનર ગાડી પર રાણીબા લખેલું છે. ગાડીની નંબર પ્લેટ પર સ્પેશિયલ નંબર 7 લખેલો છે. ગાડીમાંથી રાણીબા યેલો ડ્રેસ અને વ્હાઈટ બ્લેઝરમાં સ્વેગમાં ઉતરે છે. તેણે હજારોની કિંમતના ગુચ્ચીના ચશ્મા પહેર્યા છે અને તેના બૂટ્સ પણ સ્ટિવ મેડ્ડન કંપનીના છે. જે ખૂબ જ મોંઘી બ્રાન્ડ છે. આ તો થયો એક વીડિયો. રાણીબાના એકાઉન્ટમાં ઘણા એવા વીડિયો છે. જે બતાવે છે કે તે રોયલ લાઈફ જીવવામાં માને છે.


મોરબીની 'રાણીબા' : પગાર માગ્યો તો બેસાડ્યો ઘૂંટણિયે, લેડી ડોનને ચટાડ્યુ પગરખુ, ભાઈઓ સાથે મળી માર્યો માર


રાણીબા પોતાના પ્રોટેક્શન માટે બોડીગાર્ડ પણ રાખે છે... જેનો પણ વીડિયો સોશિયલ મીડિયા પર તેણે મુક્યો છે... જુઓ કેવી રીતે રાણીબાના બોડીગાર્ડ તેની કારનો દરવાજો ખોલે છે... અને પછી તે કોઈ પ્રસંગમાં ગ્રાન્ડ એન્ટ્રી લે છે. રાણીબા બ્રાન્ડ્સની એટલી શોખિન છે કે રાડો જેવી મોંઘી ઘડિયાળનો તેનો શોખ છે... અને આ વાતનો સબૂત પણ તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ આપે છે... જેમાં તે રાડોના સ્ટોરમાંથી ઘડિયાળ ખરીદતી દેખાય છે... 
 
હવે આ જુઓ રાણીબાનું બર્થ ડે સેલિબ્રેશન... રાણીબા પાંચ દસ કે પચ્ચિસ નહીં પણ બત્રીસ કેપ કાપતી નજરે પડે છે... અને તે પણ તલવારથી... મહત્વનું છે કે, આ પ્રકારના વીડિયો કોઈ સામાન્ય યુવકના વાયરલ થાય તો પોલીસ તેની સામે એક્શન લે છે... ત્યારે, શું પોલીસ આ પ્રકારના વીડિયો જોઈ કહેવાતી લેડી ડોન સામે પગલા ભરશે ખરી?


ગુજરાતમાં ભરશિયાળે આવ્યો વરસાદ, જાણો ત્રણ દિવસ ક્યાં ક્યાં છે આગાહી, પાક બચાવવા ખેડૂતોની મથામણ


અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું કે, આ દિવસોમાં માવઠા માટે તૈયાર રહેજો


લાખો હજારોનો ધૂમાડો કરતી રાણીબાએ માત્ર થોડા હજારો માટે થઈને એક ગરીબ ઘરના દીકરાને માર મારી અપમાનિત કર્યો છે... ત્યારે, શું રાણીબા પોતાની લેડી ડોનની ઈમેજ જાળવવા માટે આ પ્રકારનું કાવતરૂ કર્યું છે...? સવાલ ઘણા બધા છે પરંતુ જવાબ ત્યારે જ મળશે જ્યારે મોરબી પોલીસ રાણીબા સુધી પહોંચશે... અને તેને કરેલી હેવાનિયતની સજા અપાવશે.


મોરબીમાં અનુસૂચિત જાતિના યુવાનને ઢોર માર મારવાનો મામલામાં આરોપી વિભૂતિ પટેલના અગાઉ સોશિયલ મીડિયામાં મુકેલા બે વિડિયો પણ વાયરલ થયા છે. બંને વીડિયોમાં વિભૂતિ પટેલ પાસે હથિયાર દેખાતું હોય તેવા વીડિયો દેખાઈ રહ્યાં છે. 


અરબોનું ઈન્વેસ્ટમેન્ટ, લાખોની રોજગારી : ગુજરાતના આ સ્થળે આવી શકે છે એલન મસ્કની કંપની