આશ્કા જાની, અમદાવાદઃ મોરબીમાં કેબલ બ્રિજ દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં નાના બાળકો, મહિલાઓના મોત થયા હતા. મોરબી પુલ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. ત્યારે હાઈકોર્ટમાં પણ આ મુદ્દે સુનાવણી ચાલી રહી છે. મોરબી નગર પાલિકા અને સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે. આ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યાં છે કે મોરબી નગર પાલિકાને વિસર્જિત કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબી દુર્ઘટના બાબતે હાઈકોર્ટમાં સુનાવણી
મોરબી દુર્ઘટનામાં મોરબી નગર પાલિકાની નિષ્કાળજી સામે આવી હતી. આ પુલના રિનોવેશન બાદ તેની તપાસ કર્યા વગર શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી હતી. ત્યારબાદ બ્રિજ તૂટવાને કારણે 135 જેટલા લોકોના મોત થયા હતા. સમગ્ર ગુજરાત સહિત દેશમાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. હવે માહિતી મળી રહી છે કે મોરબી નગર પાલિકાને વિસર્જિત કરાશે. મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાને લઈને સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી માટે મોરબી નગર પાલિકાને વિસર્જિત કરાશે. એડવોટેક જનરલે કોર્ટને ખાતરી આપી છે. તો આ દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ હાઈકોર્ટમાં સીલ કવરમાં રજૂ કરવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ ગુજરાતની નવી સરકારમાં કનુભાઈ દેસાઈ સૌથી વરિષ્ઠ, હર્ષ સંઘવી સૌથી યુવા મંત્રી


મૃતકોને 10 લાખનું વળતર ચુકવાશે
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે. મોરબી નગર પાલિકા અને રાજ્ય સરકારે આજે હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે. હાઈકોર્ટમાં રાજ્ય સરકારે કરેલા સોગંદનામા પ્રમાણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને વધારાનું વળતર ચુકવાશે. આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવશે. તો ઈજાગ્રસ્તોને 1 લાખનું વળતર ચુકવવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટે હેરિટેજ ઈમારતોની જાળવણી કરવાની ટકોર પણ કરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube