ફટાકડા ફોડવા બાબતે બે પાડોશી બાખડ્યા : બોલાચાલી વધતા એકે બીજાને ચાકુના ઘા ઝીંક્યા
Crime News : ફટાકડા ફોડતી વખતે થયેલી માથાકૂટમાં રાજેશ ગઢવીની છરીના ઘા ઝીંકી કરાઈ હત્યા
Morbi News હિમાંશુ ભટ્ટ/મોરબી : મોરબીના લાભનગરમાં રાત્રિના સમયે ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલોચાલી અને માથાકૂટ થઈ હતી અને ત્યારે ત્યાં સમજાવવા માટે ગયેલા ગઢવી યુવાનને પાડોશી શખ્સે છાતીના ભાગે છરીનો જીવલેણ ઘા મરવામાં આવ્યો હતો. જે બાદ યુવાને રાજકોટ સુધી સારવાર માટે લઈ ગયા હતા. જો કે, રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું છે. જેથી કરીને આ બનાવ હાલમાં હત્યામાં પલટાયો છે અને પોલીસે મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે થઈને તજવીજ હાથ ધરી છે.
દિવાળીના તહેવાર ઉપર ફટાકડા ફોડવાની વાતને લઈને ઘણી વખત મારા મારીની ઘટનાઓ બનતી હોય તેવું સામે આવતું હોય છે. આ દરમિયાન મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ લાભનગર-૨ માં રહેતા લાખાભાઈ ગઢવીના ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. જેની સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી પ્રમાણે, લાખાભાઈ ગઢવીના ઘર પાસે વલીમામદ જામ નામનો મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશિપની સામેના ભાગમાં રહેતો શખ્સ ફટાકડા ફોડી રહ્યો હતો અને ફટાકડા ફોડવા બાબતે ત્યાં બોલાચાલી થઈ હતી.
પાટીલની ‘વેલકમ BJP’ ઓફર પર અમરીશ ડેરે કર્યો ખુલાસો : પક્ષપલટુઓનો ભૂતકાળ યાદ કરાવ્યો
લાભનગર -૧ માં રહેતા લાખભાઇ ગઢવીના સબંધી રાજેશભાઈ અમરસંગ નાંધુ જાતે ગઢવી (૪૮) નામનો યુવાન ત્યાં ગયો હતો અને ત્યારે વલીમામદ જામને તે ફટાકડા ન ફોડવા બાબતે સમજાવતો હતો. આ દરમિયાન વલીમામદ જામે તેની પાસે રહેલ છરી રાજેશભાઈ ગઢવીને છાતીના ભાગે ઝીંકી દીધી હતી. જેથી તેને ગંભીર ઇજા થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે બેભાન હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
પરંતુ ટૂંકી સારવાર દરમિયાન રાજેશભાઈ ગઢવીનું રાજકોટ ખાતે મોત નિપજ્યું છે. જેથી મોરબીમાં ફટાકડા ફોડવા બાબતે શરૂ થયેલ માથાકૂટનો બનાવ હત્યામાં પલટયો છે અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવમાં મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે થઈને પોલીસ દ્વારા હાલમાં તજવીજ શરૂ કરવામાં આવી છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી અનુસાર, જલ્દી જ આરોપીને પકડી પાડવામા આવશે.
ભાજપમાં કોલ્ડવોર! ગુજરાતમાં ITના દરોડા, ભાજપ સાથે ઘરોબો ધરાવતા સોફ્ટ ટાર્ગેટ