લગ્નના મોંઘાદાટ ખર્ચો બચાવવા માજી ધારાસભ્યની અનોખી પહેલ, મારા આંગણે કોઈ પણ ઘડિયા લગ્ન યોજી શકે છે
મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા ઘડિયા લગ્ન માટે છેલ્લા ઘણા સમયથી ખાસ અભિયાન હાથ ધરાયુ છે અને સામાન્ય પરિવારો લગ્નના ખોટા ખર્ચ ન થાય તે માટે ઘડિયા લગ્નના આયોજન કરવામાં આવે છે. ત્યારે ઘડિયા લગ્નને પ્રોત્સાહન મળે તે હેતુ સાથે માજી ધારાસભ્ય દ્વારા અનોખી પહેલા કરવામાં આવી છે. તેના આંગણે આવી જે કોઈપણ પરિવાર દ્વારા તેના દીકરા દીકરા ઘડિયા લગ્ન કરાવવામાં આવે તેને લગ્નની વિધિ માટેની તમામ વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા તેઓ દ્વારા કરી આપવામાં આવે છે
હિમાંશુ ભટ્ટ/મોરબી :મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા ઘડિયાંલગ્ન માટે છેલ્લા ઘણા સમયથી ખાસ અભિયાન હાથ ધરાયુ છે અને સામાન્ય પરિવારો લગ્નના ખોટા ખર્ચ ન થાય તે માટે ઘડિયા લગ્નના આયોજન કરવામાં આવે છે. ત્યારે ઘડિયા લગ્નને પ્રોત્સાહન મળે તે હેતુ સાથે માજી ધારાસભ્ય દ્વારા અનોખી પહેલા કરવામાં આવી છે. તેના આંગણે આવી જે કોઈપણ પરિવાર દ્વારા તેના દીકરા દીકરા ઘડિયા લગ્ન કરાવવામાં આવે તેને લગ્નની વિધિ માટેની તમામ વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા તેઓ દ્વારા કરી આપવામાં આવે છે
મોરબી જિલ્લામાં પાટીદાર સમાજ દ્વારા લગ્નમાં ખોટા લાખોના ખર્ચ બંધ કરવા માટે છેલ્લા થોડા સમયથી ઘડિયા લગ્ન લેવામાં આવી રહ્યા છે. જેમાંથી અન્ય સમાજને પણ ખરેખર પ્રેરણા લેવાની જરૂર છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. કેમ કે, ન માત્ર સામાન્ય પરિવાર પરંતુ ગર્ભશ્રીમંત પાટીદાર પરિવારના લોકો પણ અન્ય લોકો ઘડિયા લગ્નમાં જોડતા નાનપ ન અનુભવે તે માટે પોતાના દીકરા અને દીકરીના ઘડિયા લગ્ન મોરબીમાં કરી રહ્યા છે.
[[{"fid":"371026","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"morbi_ghadiya_lagan_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"morbi_ghadiya_lagan_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"morbi_ghadiya_lagan_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"morbi_ghadiya_lagan_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"morbi_ghadiya_lagan_zee2.jpg","title":"morbi_ghadiya_lagan_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
સમગ્ર રાજ્યમાં કોરોના કાળમાં વધુ ભીડ લગ્નમાં એકત્રિત ન થાય તે માટે ઘડિયા લગ્ન ખૂબ જ આવકારદાયી છે. દરેક સમાજ દ્વારા ઘડિયાંલગ્ન લેવામાં આવે તે માટે મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પ્રેરણાદાયક અને ઉત્સાહનરૂપ જાહેરાત કરવામાં આવી છે. તેઓના નિવાસ સ્થાન ઉમા ટાઉનશીપ ખાતે કોઈપણ સમાજ ઘડિયા લગ્નનું આયોજન કરી શકે છે અને ત્યાં ઘડિયા લગ્ન માટે જે કોઈ આવે તેના માટે ધાર્મિક વિધિની તમામ સામગ્રી, મંડપ અને તેઓની જમવા સહિતની તમામ વ્યવસ્થાનો ખર્ચો મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ દ્વારા આપવામાં આવે છે. આજે મોરબીમાં રહેતા ચિરાગ દિનેશભાઇ સરડવા અને માનસીબેનના ઘડિયા લગ્ન હતા ત્યારે મોરબી માળીયા પાટીદાર સમૂહલગ્ન સમિતિના આગેવાનો ત્યાં હજાર રહ્યા હતા અને વર કન્યાને આશીર્વાદ આપ્યા હતા.