Morbi Gujarat Chutani Result 2022: મોરબીમાં ભાજપના કાંતિલાલ અમૃતિયા જંગી લીડથી જીત્યા
Morbi Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
મોરબીઃ Morbi Election Result 2022 Updates: મોરબી બેઠક પર ભાજપના કાંતિલાલ અમૃતિયાએ કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલને 62079 મતથી હરાવી દીધા.1962થી લઈને 2017 સુધી મોરબી બેઠકમાં 13 વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપે 6 વખત અને કૉંગ્રેસે 5 વખત જીત મેળવી છે. 1967ની વિધાનસભા ચૂંટણીમાં 'સ્વતંત્ર પાર્ટી'ની ટિકિટ ઉપર વી. વી. મહેતા આ બેઠકથી ચૂંટાઈને આવ્યા હતા.
મોરબી વિધાનસભા બેઠકઃ-
મોરબીમાં પુલ દુર્ઘટના પછી આ વખતે વિધાનસભા ચૂંટણીમાં આ મુદ્દો મહત્વનો બની રહ્યો હતો.. આ વખતે ભાજપે મંત્રી બ્રિજેશ મેરજાની ટિકિટ કાપી અને ભૂતપૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાને ટિકિટ આપી. કાંતીભાઈને મોરબીમાં લોકો કાનાભાઈ તરીકે ઓળખે છે.
2022ની ચૂંટણીઃ-
પક્ષ ઉમેદવાર
ભાજપ કાંતિ અમૃતિયા
કોંગ્રેસ જયંતી પટેલ
આપ પંકજ રાણસરીયા
2017ની ચૂંટણીઃ-
'ઇલેકશન ઇન ઇન્ડિયા' વેબસાઇટ અનુસાર 2017ની વિધાનસભા ચૂંટણીમાં 1.86%ની પાતળી સરસાઈથી બ્રિજેશ મેરજા ચૂંટાઈ આવ્યા હતા. તેમને 89396 મતો મળ્યા હતા અને ભાજપના ઉમેદવાર અમૃતિયા કાંતિલાલને 85977 મત મળ્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણી ઉપરાંત કૉંગ્રેસે 1962 અને ત્યારબાદ 1972થી 1980 વચ્ચે યોજાયેલ ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી.
2012ની ચૂંટણી:-
2012માં કાંતિ અમૃતિયા આ બેઠક પરથી ચૂંટાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube