હિમાંશુ ભટ્ટ/મોરબી: દેશની રક્ષા માટે જાન ગુમવનાર 44 જવાનોના પરિવાર માટે મોરબી સીરામીક એસોસિએશ દ્વારા ભંડોળ એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સોશ્યલ મીડિયાનું જે ગ્રુપ ઉદ્યોગકારો માટે બનાવવામાં આવ્યું છે. તેમાં મેસેજ મુકતાની સાથે જ એ કે બે નહિ પરંતુ ૩૦૦થી વધુ સિરામિક ઉદ્યોગકારો તરફથી ઓછામાં ઓછી 11000 અને વધુમાં વધુ અઢી લાખ સુધીની રકમ શહીદોના પરિવારજનોને મદદરૂપ થવા માટે લખાવવામાં આવી છે જેથી અત્યાર સુધીમાં આ રકમ 75 લાખથી પણ વધી ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુના પુલવામા કરવામાં આવેલા આંતકવાદી હુમલામાં દેશના ૪૪ જવાનો શહિદ થયા છે જેથી દેશવાસીઓમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે, અને જેને પૂછો તે સર્જીકલ સ્ટ્રીક કરવાનું જ સરકારને કહે છે ત્યારે દેશમાં ગમે ત્યારે કુદરતી કે પછી કૃત્રિમ આફત આવી છે તેવા સમયે મોરબીના સિરામિક ઉદ્યોગકારો તરફથી ઉદાર હાથે આર્થિક મદદ કરવામાં આવી છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી બુધવારે કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો પર આંતકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં દેશના ૪૪ જવાનો શહીદ થયા છે જેથી દેશના પ્રત્યેક નાગરિકમાં આંતકવાદી તેમજ તેને પનાહ આપનારા દેશની સામે ભરેલો અગ્નિ છે.


દેશની રક્ષા માટે શહિદ થયેલા વીરોના પરિવારનો આધાર છીનવાઈ ગયો હોવાથી મુશ્કેલીની આ ઘડીમાં શહીદોના પરિવારોને આર્થિક રીતે મદદરૂપ થવાની ભાવના સાથે મોરબી સીરામીક એસો.ના પ્રમુખો મુકેશભાઈ નરશીભાઈ ઉધરેજા, નિલેશભાઈ મહાદેવભાઈ જેતપરીયા, કિશોરભાઈ અમરશીભાઇ ભાલોડીયા અને કિરીટભાઈ ડાયાભાઇ પટેલ દ્વારા સિરામિક ઉદ્યોગકારો પાસેથી ભંડોળ એકત્રિત કરવા માટે ઉદ્યોગપતિને ધંધાને લગતા મેસેજ તેમજ મીટીંગ સહિતની જાણકારી આપવા માટે વ્હોટસએપમાં જે ગ્રુપ બનાવ્યું છે.


સુરત: 65 હજાર વેપારીઓએ દુકાન બંધ રાખી શહિદોને આપી શ્રદ્ધાંજલિ


આ ગ્રુપમાં મેસેજ મુકવામાં આવ્યો હતો જે જોયાની સાથે જ ઉદ્યોગકારો વરસી પડ્યા હતા અને માત્ર ત્રણ જ કલાકમાં ૩૦૦ થી વધુ ઉદ્યોગપતિઓ દ્વારા ૭૫ લાખથી વધુની આર્થિક મદદ શહીદોમાં પરિવાર માટે કરવામાં આવી હતી અને હજુ પણ ઉદ્યોગકારો આર્થિક મદદ માટે રકમ લખવી રહ્યા છે અત્રે ઉલેખનીય છે કે, સિરામિક પરિવાર દ્વારા એકત્ર કરવામાં આવેલ રકમ સીરામીક એસોસિએશન દ્વારા સીધી શહીદના પરિવારોના ખાતામાં જમા કરી દેવામાં આવનાર છે.