હિમાંશું ભટ્ટ/મોરબી: મોરબીમાં જુલતોપુલ રવિવારે સાંજે તૂટી પડ્યો હતો ત્યારબાદથી સતત રેસ્કયુ ઓપરેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે હજુ પણ કેટલાક લોકો મિસિંગ હોવાની માહિતી સામે આવી રહી હોવાથી તંત્ર દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યું છે કે હજુ પણ આગામી ચાર દિવસ સુધી આ તમામ જવાનોને અહીંયા રેસ્કયુ ઓપરેશનની કામગીરી માટે રાખવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં મળતી માહિતી મુજબ અહીંયા એનડીઆરએફના જવાનો, આર્મીના જવાનો, નેવીના જવાનો, ફાયર બ્રિગેડના જવાનો આમ 500 જેટલા જવાનો રેસ્કયુ ઓપરેશન કરી રહ્યા છે અને આ જવાનો આગામી ચાર દિવસ સુધી જુલતા પુલની અંદર જે લોકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હોય અને તેની ડેડબોડી પાણીમાં હોય તો તેને શોધવાની કવાયત કરશે તેની સાથોસાથ જે લોકોના મોબાઇલ સહિતના ઇન્સ્ટ્રુમેન્ટ કે અન્ય કોઈ વસ્તુઓ નદીના પાણીમાં નીચે પડી ગયો હતો તેને પણ શોધીને પોલીસ સ્ટેશન કરી રહ્યા છે તેવી માહિતીઓ મળી રહી છે.


રેસ્કયુ કામગીરી વચ્ચે કલેકટરનું મહત્વનું નિવેદન
પત્ર અંગે કલેકટરે જણાવ્યું હતું કે તેઓ તેની તપાસ કરાવશે અને તે દરમિયાન કોઈ વાતચીત થઈ છે કે કેમ તે શોધી કાઢશે. કલેકટરના મતે, તેઓ માત્ર 2 અઠવાડિયા પહેલા જ જોડાયા છે, તેમણે તેમના અગાઉના કલેક્ટરની કામગીરી અંગે જણાવ્યું હતું કે તેમણે સારી કામ કર્યું છે, તેમની તરફથી કોઈ ગડબડી નહોતી અને જ્યાં સુધી બ્રિજને પરમિશન આપવાની વાત છે તો આ પાલિકા દ્વારા ભરવામા આવતું પગલું છે.


આ ઉપરાંત રેસ્ક્યુ ઓપરેશન અંગે પણ વાતચીત કરવામાં આવી છે, કલેકટરના જણાવ્યા મુજબ 17 લોકો સારવાર હેઠળ છે, 135 લોકોના મોત થયા છે, એક વ્યક્તિ હજુ પણ ગુમ છે, જે વ્યક્તિ ગુમ છે તે પંજાબનો રહેવાસી છે, મોરબી વહીવટીતંત્ર તેના પરિવારના સભ્યોના સંપર્કમાં છે અને તમામ વિગતો મંગાવવામાં આવી રહી છે. NDRF, આર્મી, ફાયર બ્રિગેડ અને અન્ય એજન્સીઓ સહિત 18 બોટ સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશનમાં તૈનાત કરવામાં આવી છે.


ઉલ્લેખનીય છે કે, મોરબીમાં જુલતો પુલ તૂટી પડતાં 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે સરકારે આ તમામ મૃતકો માટે સહાયની જાહેરાત કરી હતી અને અત્યાર સુધીમાં મોરબીના વહીવટી તંત્ર દ્વારા 135 લોકો કે જેમણે પોતાના જીવ આ દુર્ઘટના ગુમાવ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube