હિમાંશુ ભટ્ટ/મોરબી: વ્યાજખોરોના ત્રાસના બનાવો ઘણા ગામોમાંથી સામે આવે છે આવી જ રીતે મોરબી શહેરની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પિતા-પુત્રોએ આજે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લીધી છે. જેથી ત્રણેયને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને આ બનાવની મોરબી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેરકાયદેસર વ્યાજે રૂપિયા દેવાના ધંધા ગામ ચાલી રહ્યા છે તેવી જ રીતે મોરબીમાં પણ ઠેર-ઠેર ગેરકાયદે વ્યાજે રૂપિયા ધિરાણ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જોકે તેની સામે જવાબદાર તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહયા છે. જેથી વ્યાજના ચક્રમાં ફસાયેલાં ઘણા લોકોને પોતાના જીવન ટૂંકાવવા પડે તેવા અંતિમ પગલાં લેવા પડે છે. આવો જ એક બનાવ આજરોજ મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટી માં બન્યો હતો અને પોતાના ધંધાના વિકાસ માટે જે તે સમયે આજથી ત્રણ મહિના પહેલાં વ્યાજખોર પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા.


સમુદ્રની સફર કરનારા ગુજરાતીઓ માટે ખુશ ખબરી, આ સ્થળે પણ શરૂ થશે રો-રો ફેરી


વ્યાજખોરોએ 10 થી 15 ટકાના ઊંચા વ્યાજે રકમ આપી હતી. જે રકમ આપવા માટે મુસ્લિમ પરિવાર અસમર્થ હતો. તેમ છતાં પણ તેની પાસેથી વ્યાજ સહિતની રકમ વસૂલ કરવા માટે વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી હતી જેના કારણે આજે પિતા કરીમભાઈ મામદભાઈ અને તેના બે દિકરા અકબર કરીમભાઈ અને ઇકબાલભાઈ કરીમભાઈએ ઝેરી દવા ગટગટાવી હતી જેથી તે ત્રણેયને સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.


શિક્ષણને અનુલક્ષીને ગુજરાત સરકારનો શાળ-કોલેજો માટે ત્રણ મહત્વના નિર્ણય



હોસ્પિટલમાંથી વિગત આપતા ઇકબાલભાઈએ કહ્યું હતું કે, પ્રતિકભાઈ, સુનીલભાઈ, ઉદયભાઈ અને દિલુભાનો વ્યાજ સહિતના રૂપિયા માટે ત્રાસ હતો અને રૂપિયા આપી શકાય તેમ ન હતા. જેથી બે દિકરા આપઘાત કરી રહ્યા હતા. તે જોઇને તેના પિતાએ પણ તેઓની સાથે દવા ગટગટાવી લીધી હતી.