હિમાંશુ ભટ્ટ/મોરબી :મોરબીના હળવદમાં દીવાલ ધરાશાયી થતા એક પરિવારના 6 સભ્યો સહિત 12 લોકોના મોત થયા છે. મૃતક રમેશભાઈના પરિવારમાં કમાવનાર લોકોના મોત થયા. જેના કારણે રમેશભાઈના વૃદ્ધ માતા, પત્ની નોંધારા બન્યા છે. હાલમાં આ પરિવાર કાચા ઝૂંપડા બનાવીને વસવાટ કરી રહ્યો છે. આ પરિવારને મકાન મળી રહી તે માટેની લાગણી વ્યક્ત કરાઈ છે. તાજેતરમાં હળવદ GIDCમાં સાગર સોલ્ટ નામના કારખાનામાં દીવાલ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં પરિવારના મોભી રમેશભાઈ, દીકરી દક્ષા, દીકરો દિલીપ, પુત્રવધુ શિતલ અને 2 બાળકોના મોત થયા છે. રમેશભાઈ કોળીના 9 લોકોના પરિવારમાંથી 6 લોકોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબી જિલ્લાના હળવદમાં દીવાલ ધરાશાયી થવાથી એક જ પરિવારના છ સભ્યો સહિત કુલ 12 લોકોના મૃત્યુ નિપજ્યા હતા.  સૌથી મોટી કરુણતા એ છે કે મૃત્ક રમેશભાઈના પરિવારની અંદર કમાનારા મુખ્ય બંને વ્યક્તિઓ હતા, જે આ ઘટનાની અંદર અવસાન પામ્યા છે. માટે હાલમાં રમેશભાઈના વૃદ્ધ માતા અને તેના પત્ની સહિતના પરિવારના સભ્યો નોંધારા બન્યા છે. ત્યારે સરકાર તરફથી તેને ઘરનું ઘર મળે તેવી પરિવારના સભ્યો વતી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : વાતાવરણમાં આવેલી ઠંડકથી હરખાઈ ન જતા, ચોમાસા પહેલા ગરમીનો વધુ એક રાઉન્ડ આવશે


બુધવારના દિવસે મોરબી જિલ્લાના હળવદ માટે ગોઝારો દિવસ હતો તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી. કારણ કે હળવદ જીઆઇડીસીની અંદર આવેલ સાગર સોલ્ટ નામના કારખાનામાં મજૂરો જ્યારે કામગીરી કરી રહ્યા હતા ત્યારે કારખાનાની તોતિંગ દીવાલ અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ હતી. જેથી કરીને દિવાલ અને મશીનરીની નીચે ફસાઈ જવાના કારણે એક જ પરિવારના છ સભ્યો સહિત કુલ મળીને 12 લોકો મોત નિપજ્યા હતા. જેથી રાજ્યના મુખ્યમંત્રી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા દરેક મૃતક લોકોના પરિવાર જનને 6 લાખ રૂપિયાની સહાય તેમજ કારખાનેદારે પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. જોકે સમગ્ર ઘટનાની અંદર સૌથી આઘાતજનક વાત એ છે કે, રમેશભાઈ કોળી અને તેની દીકરી દક્ષા તેમજ દીકરો દિલીપભાઇ અને પુત્રવધુ શિતલબેન અને તેમના બે સંતાનો આમ કુલ મળીને એક જ ઘરના 6 વ્યક્તિઓના જીવ ગયા છે. કારખાનેદાર દ્વારા આ પરિવારને આર્થિક સહાયની જાહેરાત કરી દેવામાં આવી છે. પરંતુ હાલ આ હોનારતમાં બચી ગયેલો પરિવાર મફતીયાપરા જેવા વિસ્તારમાં જીઆઇડીસીમાં કાચા-પાકા ઝુંપડા બનાવીને ત્યાં રહી રહ્યાં છે. ત્યારે ભવિષ્યમાં તેનુ જીવન ટકાવી રાખવા માટે થઈને સરકાર દ્વારા આવાસની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી લાગણી હાલમાં મૃતકના પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.


આ પણ વાંચો : સુરતમાં જાઓ તો સાચવજો, ચાલતા ચાલતા જ તસ્કરો બેગ તફડાવીને લઈ જાય છે 


પ્રાપ્ત વિગતો પ્રમાણે, 1995 થી હળવદ જીઆઇડીસી કાર્યરત કરવામાં આવી છે અને જે કારખાનામાં દુર્ઘટના બની છે તે કારખાનાને વર્ષ 2008 માં અપડેટ કરવામાં આવ્યું હતું અને હાલમાં ત્યાં આ અકસ્માતનો બનાવના કારણે એક જ પરિવારના છ સહિત કુલ 12 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. ત્યારે આ અકસ્માત મામલે કારખાનાના ત્રણ માલિક, બે સંચાલક અને ત્રણ સુપરવાઇઝર સામે ગુનો નોંધાયો છે. કારખાનના માલિકો અફઝલભાઇ અલારખાભાઇ ઘોણીયા (રહે. હળવદ), રાજેશકુમાર મહેંદ્રકુમાર જૈન (રહે. જયપુર રાજસ્થાન) અને કિશનરામ લાલારામ ચૌધરી (રહે. જયપુર રાજસ્થાન) સામે ઇ.પી.કો કલમ ૩૦૪, ૩૦૮, ૧૧૪ તથા બાળ અને તરુણ કામદાર (પ્રતિબંધ અને નિયમન-૧૯૮૬) (સને-૨૦૧૬માં સુધારા અનુસાર) ની કલમ ૩એ, ૧૪ મુજબ ગુનો નોંધાયો છે.