MORBI ધોળા દિવસે લૂંટની ઘટના, ધોળા દિવસે 1 રાઉન્ડ ફાયરિંગ
ઉંચી માંડલ પાસે આવેલ મોબાઈલ શોપમાં બે હિન્દીભાષી શખ્સો દ્વારા દુકાનદારને બંદૂક બતાવીને લૂંટ કરવામાં આવી હતી. લૂંટારુઑ અંદાજે ૨૫૦૦૦ ની લૂંટ કરીને ભાગી રહ્યા હતા ત્યારે દુકાનદારે હિંમત કરીને તેનો પીછો કર્યો હતો. પથ્થરનો ઘા કર્યો હતો. જેથી કરીને લૂંટારુએ તેની પાસે રહેલી પિસ્ટોલમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને દુકાનદારે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી અને ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
મોરબી : ઉંચી માંડલ પાસે આવેલ મોબાઈલ શોપમાં બે હિન્દીભાષી શખ્સો દ્વારા દુકાનદારને બંદૂક બતાવીને લૂંટ કરવામાં આવી હતી. લૂંટારુઑ અંદાજે ૨૫૦૦૦ ની લૂંટ કરીને ભાગી રહ્યા હતા ત્યારે દુકાનદારે હિંમત કરીને તેનો પીછો કર્યો હતો. પથ્થરનો ઘા કર્યો હતો. જેથી કરીને લૂંટારુએ તેની પાસે રહેલી પિસ્ટોલમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને દુકાનદારે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી અને ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
મોરબી તાલુકાનાં ચકમપર ગામે રહેતા મોન્ટુભાઈ ચુનિભાઈ કાલરીયાની ઊંચી માંડલ ગામ પાસે સિટી પલ્સ મોબાઈલ નામની દુકાન આવેલ છે. જેમાં બે બુકાનીધારી શખ્સ આવ્યા હતા અને તે પૈકીનાં એક શખ્સે બંદૂક બતાવી હતી અને દુકાનદાર પાસેથી રોકડા રૂપિયાની લૂંટ કરી હતી. જેથી કરીને દુકાનદારે તેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. આ ગુનામાં પોલીસે અરૂણ ચંદ્રકાંતજી ચંદેલ જાતે ખાટકી (૨૩) અને પ્રકાશ દલચંદ ભીલ (૧૮) રહે. બંને જાવદ, ખાટકી મહોલ્લા જિલ્લો નીમચ (એમપી)ની ધરપકડ કરી છે. આ ગુનામાં આરોપીની સાથે સંડોવાયેલા મનીષ નામના શખ્સને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
લૂંટની ઘટના જે દુકાનમાં બની હતી તે દુકાનમાં સીસીટીવી કેમેરા હોવાથી સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેથી કરીને પોલીસે આરોપી સુધી પહોચવા માટે તજવીજ શરૂ કરી છે. જે બે શખ્સ દ્વારા લૂંટ કરવામાં આવી હતી તે દુકાનની બાજુમાં જ આવેલ જાળીમાં છુપાયા હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી કરીને પોલીસે તે વિસ્તારને કોડન કર્યો હતો. ત્રણ પૈકીના બે આરોપીને પકડી લેવામાં આવેલ છે અને તેની પાસેથી પોલીસે ૧૦૦૦૦ રૂપિયા અને ચોરાઉ બાઇક કે જેનો લૂંટની ઘટનાને અંજામ આપવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે. જે આરોપીને પોલીસે પકડ્યા છે તેની સામે એમપીમાં આર્મ્સ એક્ટ અને લૂંટના ગુના નોંધાયેલ છે તેવું પોલીસે જણાવ્યુ છે.
મોરબી જીલ્લામાં રાતના સમયે ચોરીની અનેક ઘટનાઓ બનેલ છે તેવામાં દિન દિવસે સાડા ચાર વાગ્યાના અરસામાં ઉંચી માંડલથી તળાવીયા શનાળા જવાના રસ્તા ઉપર સિટી પલ્સ મોબાઈલ નામની દુકાનમા બે બુકાનીધારી શખ્સોએ દુકાનદારને બંદૂક બતાવીને લૂંટ કરી હતી. જેથી દુકાનદારે નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં બે આરોપી પકડાઈ ગયેલ છે. જો કે, ભવિષ્યમાં આવા બનાવ ન બને તેના માટે પોલીસ દ્વારા ઘટતી કાર્યવાહી કરવામાં આવે તે અનિવાર્ય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube