લોકો સાથે અભદ્ર વર્તન કરતા મોરબીની મહિલા તલાટીનો Video થયો viral
સરકારી કર્મચારીઓ કામ કરતા નથી અને નાગરિકોને સરકારી ઓફિસોના ધક્કા ખવડાવે છે. સરકારી કર્મચારીઓ આળસુની જેમ પડી રહે છે અને નાગરિકોને ટલ્લે ચઢાવે છે. આવા અનેક કિસ્સા પુરાવા સાથે સામે આવતા હોય છે. ત્યારે સરકારી તંત્રને શર્મસાર કરતો જાલીડા ગ્રામ પંચાયતના મહિલા તલાટીનો વીડિયો (viral video) હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રોડના કામમાં ભ્રષ્ટાચાર (Courruption) થતો હોવાની રજૂઆત કરવા જતાં મહિલા તલાટી ગ્રામ પંચાયતના સભ્ય પર ભડકી હતી, જેનો વીડિયો પુરાવારૂપે સામે આવ્યો છે.
હિમાંશુ ભટ્ટ/મોરબી: સરકારી કર્મચારીઓ કામ કરતા નથી અને નાગરિકોને સરકારી ઓફિસોના ધક્કા ખવડાવે છે. સરકારી કર્મચારીઓ આળસુની જેમ પડી રહે છે અને નાગરિકોને ટલ્લે ચઢાવે છે. આવા અનેક કિસ્સા પુરાવા સાથે સામે આવતા હોય છે. ત્યારે સરકારી તંત્રને શર્મસાર કરતો જાલીડા ગ્રામ પંચાયતના મહિલા તલાટીનો વીડિયો (viral video) હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રોડના કામમાં ભ્રષ્ટાચાર (Courruption) થતો હોવાની રજૂઆત કરવા જતાં મહિલા તલાટી ગ્રામ પંચાયતના સભ્ય પર ભડકી હતી, જેનો વીડિયો પુરાવારૂપે સામે આવ્યો છે.
Airtel vs Vodafone vs Jio: આ છે સૌથી સસ્તા રિચાર્જ પ્લાન, તમે કોને પસંદ કરશો?
બન્યું એમ હતું કે, જાલીડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5ના સભ્ય વીસાભાઈ લોહે મહિલા તલાટી પાસે ફરિયાદ કરવા ગયા હતા. તેઓ રોડ કામમાં ચાલતા ભ્રષ્ટાચાર મામલે ફરિયાદ કરવા માટે તલાટીની ઓફિસમાં પહોંચ્યા, તો ત્યાં મહિલા તલાટીએ તેમની ફરિયાદ પર ધ્યાન આપ્યું ન હતું. એટલું જ નહિ, મહિલા તલાટી જવાબ આપ્યા વગર જ મોબાઈલ ફોન પર રમતા જોવા મળ્યા હતા.
આજે સંકષ્ટી ચતુર્થી પર પહેલા કરો આ કામ, સફળતા તમારા પગ પાસે આવીને ઉભી રહેશે
ગ્રામ પંચાયતના સભ્યએ મહિલા તલાટીને પૂછ્યું હતું કે, ‘તમે મને ચાર વાગે આપશોને વર્કઓર્ડર. જવાબ આપો આ અમારું ગામ છે ચૌહાણબેન....’ ત્યારે મોબાઈલ મચડી રહેલા મહિલા તલાટી ગિન્નાયા હતા અને તેણે ગ્રામ પંચાયતના સંભ્યને ‘પચા વાર કહું, જતા રહો, નીકળ બહાર, કહી દીધું ને.... બહાર નીકળ તું....’ જેવા શબ્દો કહ્યા હતા.
મહિલા તલાટીની આવી ગેરવર્તણૂંક મામલે જાલીડા ગ્રામ પંચાયતના સભ્યો તાલુકા વિકાસ અધિકારી તથા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જોકે, આ અંગે સરકારી અધિકારીઓ તરફથી કોઈ પ્રતિક્રીયા હજુ સુધી આવતી. જાણે કે, જાડી ચામડીના સરકારી તંત્રના કાને કોઈ ફરિયાદ પહોંચતી જ ન હોય.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube