મોરબી : ભક્તિનગર સર્કલ પાસે થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં કારમાં સવાર કુખ્યાત હનીફ ઉર્ફે મમુદાઢી કાસમણીને મોઢાના ભાગે ગોળી વાગી હતી. હનીફનું  ઘટના સ્થળે જ મોત થાય છે. હનીફના પુત્રએ 13 શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.મમુદાઢીના પુત્રએ નોંધાવેલી ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે, મંગળવારે સાંજે સાડા ચારેક વાગ્યે તેના પિતા અને તેમના મિત્ર ઈસ્તિયાઝ ભાન કચ્છવાળા, કાદિર, યાસીન, આરિફ તથા મોહમ્મદભાઈ નકુમ તેમના વાડે એકઠા થયા હતાં અને ત્યાંથી અમારી કારમાં રાજકોટ રામનાથપરા વ્યવહારિક કામે ગયા હતા અને રાતના નવ વાગ્યાની આસપાસ કાદિર સલીમભાઈ બાનાણીનો ફોન તેના પર આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 17 કેસ, 15 રિકવર થયા, એક પણ મોત નહી


જેમાં પોતાને તાત્કાલિક શનાળા બાયપાસ ભક્તિનગર સર્કલ આવવા જણાવ્યું હતું, સાથે જ એવું પણ જણાવ્યું કે અમારા પર ફાયરિંગ થયુ છે અને તારા પિતા મમુદાઢીને ગોળી વાગી છે. સીટી મોલ પાસે રોડ વચ્ચે કાર ધીમી કરતાં સામેથી એક સફેદ કાર આવી અને તેમાંથી કેટલાક માણસોએ ઉતરી અમારા પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરનાર મોરબી કાલીકા પ્લોટમાં રહેતો ઇમરાન ઉર્ફ બોટલ ચાનીયા, આરીફ મીર, ઇસ્માઇલ બ્લોચ અને રીયાઝ મેમણ હતાં. અને પિસ્તોલ લઈને આવ્યા હતા. 


સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા, વીજળી પડતા 5 ના મોત, રસ્તાઓ પર નદીઓ વહેતી થતા ગાડીઓ તણાઇ, ફ્લાઇટ ડાયવર્ટ કરાઇ


રમીઝ ચાનીયા, ઇરફાન બ્લોચ, મકસુદ સમા, એજાજ ચાનીયા તથા બીજા ચાર જેટલા અજાણ્યા શખ્સોએ હાથમાં ધોકા પાઈપ જેવા હથિયારો લઈને કારની ફરતે ગોઠવાઈ ગયા હતા અને મમુદાઢી કઈ સમજે તે પહેલાં તેના પર અંધાધૂંધ ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ઈસ્તિયાઝભાઈ ગાડીમાંથી ઉતરીને ભાગી ગયો હતો. અને કારમાં સવાર મોહમ્મદભાઈને વાંસાના ભાગે ગોળી વાગી હતી જેમને મોરબી બાદ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતાં. મૃતક મમુદાઢીને રફિક માંડવી સાથે ઝઘડો થયો હતો અને તેની અદાવતમાં જ આ કાવતરુ ઘડી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે હુમલો કરનાર અને જે 13 શખ્સોનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે તે તમામ સામે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube