Gujarati News : રાજ્યમાં IAS ની બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે.  વહીવટી વિભાગ દ્વારા ફરી ગુજરાતનાં 10 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ તમામ બદલીઓ રાજ્યપાલના આદેશથી જીએડીના કમલ દયાની દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજ્યના 10 IAS અધિકારીઓની સાગમટે બદલી કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


ગત 31 જુલાઈ 2024ના રોજ ગુજરાતના 18 આઈએએસની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આજે વધુ 10 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  ત્યારે આ રહ્યું લિસ્ટ, જોઈ લો કોની બદલી ક્યા કરાઈ છે.


  • રતનકંવર ગઢવીચારણની બદલી સાબરકાંઠા કલેક્ટર તરીકે થઈ

  • સુજીત કુમારને ભાવનગર મનપાના મ્યુનિ. કમિશનર બનાવાયા

  • શ્વેતા તિઓટિયાને GUVNLના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા

  • કે. ડી. લાખાણીને શ્રમ વિભાગના ડાયરેક્ટર બનાવાયા

  • એક. કે. મોદીને નર્મદાના કલેક્ટર બનાવવામાં આવ્યા

  • એન. એન. દવેને વલસાડના કલેક્ટર બનાવાયા

  • એસ. ડી. ધાનાણીને પોરબંદરના કલેક્ટર બનાવાયા

  • એન. વી. ઉપાધ્યાયને કો ઓપરેટિવ સોસાયટીના રજિસ્ટ્રાર બનાવાયા

  • લલિત નારાયણ સિંહ સંધુને સમગ્ર શિક્ષા અભિયાનમાં પોસ્ટિંગ

  • બી. જે. પટેલને ગાંધીનગરના DDO બનાવાયા