ગૌરવ દવે/રાજકોટ : દર્દી કોરાના (Corona) પોઝીટીવ છે કે કેમ તેના વધું સ્પષ્ટ નિદાન માટે RTPCR  ટેસ્ટ રીપોર્ટ અગત્યનો હોય છે. રાજકોટ (Rajkot) ની સિવિલ હોસ્પિલટલ (Civil Hospital) ના માઇક્રોબાયોલોજી વિભાગમાં આવેલી covid-19 RTPCR લેબોરેટરી જાણે કોવીડ હોસ્પિલટલનું હદય હોય તે રીતે સવા વર્ષથી કામ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વ્યક્તિને કોરોના પોઝિટિવ (Corona Positive) આવે કે નેગેટિવ આવે તે રિપોર્ટ આવ્યા બાદ જ ડોક્ટરોની ભૂમિકા શરૂ થાય છે. સચોટ નિદાન આવે તો સારવાર શકય બને અને આ કામ રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં આવેલ માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે કાર્યરત આર.ટી.પી.સી.આર (RTPCR) લેબોરેટરીના તબીબો અને ટેકનીશ્યન સ્ટાફ જીવના જોખમે કરી રહ્યો છે.

Gujarat Corona Update: 5 લાખ વધુ ગુજરાતીઓ કોરોના સામે જીત્યા જંગ, આજે દાખલ થયા તેના કરતાં વધુ ડિસ્ચાર્જ થયા


રાજકોટ (Rajkot) ની સિવિલની આ લેબ દ્વારા અત્યાર સુધીમાં માર્ચ ૨૦૨૦ થી અત્યાર સુધીમાં ૨,૦૪,૦૭૨ આરટીપીસીઆર રીપોર્ટ (RTPCR Report) કરવામાં આવ્યા છે. માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે માર્ચ ૨૦૨૦થી આ લેબ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. જેમાં કોરાના અંગેના નમુનાની આરટીપીસીઆર મેથડથી ચકાસણી થાય છે. 


વર્ષ ૨૦૨૦ દરમ્યાન રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, ગીરસોમનાથ જિલ્લો, અને સુરેન્દ્રનગર જિલ્લો અને મોરબી જિલ્લામાંથી આવતા સેમ્પલોની ચકાસણી કરવામાં આવતી હતી. હાલમાં આ લેબમાં અંદાજે ૨૫૦૦થી ૩૦૦૦ દૈનિક કોરાના અંગેના નમુનાની ચકાસણી કરવામાં આવે છે.

કોરોના સામે જંગ જીતવા વેક્સિન અમોઘ શસ્ત્ર, ૧.૩૪ કરોડ નાગરિકો થયા સુરક્ષિત


RTPCR  લેબમાં સેમ્પલનું જુદાજુદા તબકકામાં પૃથ્થકરણ કરવામાં આવે છે. સૌ પ્રથમ વાઇરલ ટ્રાન્સપોર્ટ મીડીયમમાં આવેલ સેમ્પલમાં વાઇરસને લાઇસીસ કરવાની પ્રકિયા કરવામાં આવે છે. ત્યારબાદ વાઇરસ (Virus) માં રહેલ RNAને અલગ કરવામાં આવે છે. ત્યારબાદ PCR ચેમ્બરમાં અલગ અલગ કરેલ RNAને માસ્ટર મિકસ ચેમ્બરમાં તૈયાર કરેલ રીએજન્ટમાં ઉમેરી COVID-19 વાઇરસ છે કે નહી તે જોવા માટે RTPCR મશીનમાં બે કલાક મુકવામાં આવે છે. RTPCR મશીનમાં ગ્રાફ  જોઇને આ વાઇરસની હાજરી છે કે નહી તે જાણી શકાય છે. આ સમગ્ર પ્રક્રીયા પુર્ણ થતા સુધી આશરે ૬ થી ૮ કલાક જેટલો સમય લાગે છે.

બીજી લહેર પર કાબૂ મેળવ્યો, ત્રીજી લહેર સામે પણ લડીશું, હતાશ થવું નથી : વિજય રૂપાણી


આ સમગ્ર પ્રકીયા માટે બાયો સેફટી કેબીનેટ કલાસ 2A, આરટીપીસીઆર મશીન, માઇનસ ૨૦ ડીગ્રી રેફ્રીજેરેટડ કન્ટ્રીફજ જેવા અતિ આધુનિક સાધનોની જરુર પડે છે. જે રાજય સરકાર દ્વારા રાજકોટને ફાળવવામાં આવેલ છે.


પીડીયુ મેડીકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના ઇનચાર્જ પ્રાધ્યાપક અને વડા ડો. જી.યુ.કાવઠીયાના જણાવ્યા અનુસાર હાલમાં કોવીડ -૧૯ (Covid 19) ટેસ્ટીંગનું ભારણ ખુબ જ હોય આ લેબમાં ટીચીંગ ફેકલ્ટીઓ, રેસીડેન્ટ ડોકટરો, લેબ ટેકનીશ્યનો, વર્ગ ૪ના કર્મચારીઓ તેમજ કોમ્યુટર ઓપરેટરો એમ સમગ્ર લેબની ટીમ ૨૪ કલાક રાઉન્ડ ધ કલોક દર્દીઓ માટે સેવા આપે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube