જામનગર :જામનગરમાં વિશ્વનું સૌથી મોટી પ્રાણી સંગ્રહાલય બની રહ્યુ છે. આ માટે દેશવિદેશમાઁથી જાતજાતના પ્રાણીઓ લાવવામા આવી રહ્યાં છે. ત્યારે વધુ 95 પ્રાણીઓ જામનગરમાં પહોંચ્યા છે. જેમાં વાઘ, જંગલી બિલાડી, જેગુઆર, ટેમાનાડોસ, ઓકેલોટ જેવા યુનિક જાનવરો પણ સામેલ છે. તમામને વિમાન દ્વારા મોરક્કોથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલાયન્સ બનાવી રહ્યુ છે આ ઝૂ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી જામનગરમાં ગ્રીન્સ ઝુલોજિકલ’, ‘રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ’ના નામે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. આ પ્રાણી સંગ્રહાલય યુનિક છે. કારણ કે, આ એક રેસ્ક્યૂ સેન્ટર છે. જે લોકો માટે ખુલ્લુ મૂકવામાં નહિ આવે. આ રેસ્ક્યૂ સેન્ટરમાં ઈજાગ્રસ્ત તેમજ માનવભક્ષી માંસાહારી પ્રાણીઓને રાખવામા આવશે. વન વિભાગના સહયોગથી સમગ્ર પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. 


આ પણ વાંચો : ધિક્કાર છે ભાવનગરના તંત્રને, રાજવીઓએ આપેલા મહામૂલો વારસો ખંડેર બનાવી દીધો


મોરક્કોથી લાવવામાં આવ્યા 95 પ્રાણી 
કોરોના મહામારીને કારણે નવા પ્રાણીઓ લાવવાની કામગીરી પર બ્રેક લાગ્યો હતો. પરંતુ હવે મહામારીનો પ્રકોપ ઘટતા હવે પ્રાણીઓ લાવવામાં આવી રહ્યાં છે. મોરક્કોથી 27 વાઘ, 10 રીંછ, 10 ચિત્તા, 10 શાહુડી, 10 જગુઆરે, 10 લિંક્સ, 04 ટેમાનાડોસ, 03 ઓકેલોટ, 10 અમેરિકન મોટી બિલાડી લાવવામાં આવી છે. આ તમામને દક્ષિણ આફ્રિકાના મોરક્કોથી અમદાવાદ એરપોર્ટ સુધી કાર્ગો પ્લેન સુધી લાવવામાં આવ્યા હતા. જેના બાદ તેમને ખાસ વ્યવસ્થા દ્વારા જામનગર લાવવામાં આવ્યા છે. 


ટ્રાન્સપોર્ટેશનમાં ખાસ વ્યવસ્થા
પ્રાણીઓને મુશ્કેલીઓ સર્જાય તે માટે વિધાનમાં એક ખાસ પ્રકારના એસીનું ટેમ્પરેચર જણાવવામાં આવ્યું હતું. આ સાથે જ તમામ પ્રાણીઓને ફ્લાઈટમાં ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દિવસ દરમ્યાન ગરમીનો સામનો કરવો પડે તેમજ એરપોર્ટ પર અન્ય વિમાન અને અડચણ ઉભી ન થાય તે માટે કાર્ગો વિમાનને ટ્રેલર ફ્લાઇટની આસપાસ ગોઠવવામાં આવ્યા હતા.