Gandhinagar News : હાલ ગુજરાત પોલીસના નવા કર્મચારીઓને તાલીમ આપતી કરાઈ પોલીસ એકેડમી ચર્ચામાં આવી છે. હાલમાં કરાઈ પોલીસ એકેડમીમાં રજા માટે ખોટી આમંત્રણ પત્રિકા બનાવ્યાનો ટ્રેઈની પીએસઆઈનો ભેદ ખૂલ્યો હતો. નકલી આમંત્રણ પત્રિકા મામલે ટ્રેઈની પીએસઆઈ સામે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોઁધાઈ હતી. ત્યારે ઉપરી અધિકારીઓને રજા માટે ઉલ્લુ બનાવનાર આ એક નહિ, અનેક ટ્રેઈની પીએસઆઈ પોલીસ એકેડમીમાં હોવાનું ખૂલ્યું છે. એકેડમીમાં બનાવટી પત્રિકા બનાવી રજા લેનારા વધુ ચાર પીએએસઆઈ પકડાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજી તો નોકરી શરૂ નથી થઈ ત્યાં જ પીએસઆઈના રજા લેવાના નખરા શરૂ થઈ ગયા છે. ગાંધીનગરમાં કરાઈ એકેડમીમાં એક ટ્રેઈની પીએસઆઈએ રજા લેવા માટે જે કર્યું તે જાણીને ઉપરી અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. પરંતું એક ટ્રેઈની યુવકની ભૂલમાં અન્ય યુવકો પણ પકડાયા છે. ઉપરી અધિકારીએ જ્યારે રજા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ત્યારે માલૂમ પડ્યુ કે વધુ ચાર તાલીમી પીએસઆઈ આ રીતે ખોટું કહીને રજા લઈ ચૂક્યાં છે. આ ચારેય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 


બેટદ્વારકા જવા હવે ફેરી બોટ ભૂલી જજો, નવો સિગ્નેચર બ્રિજ તૈયાર : આવો છે પુલનો નજારો


આ ચાર તાલીમી પીએસઆઈએ દ્વારા પોતાના ભાઈ બહેન અને સંબંધીઓની સગાઈની ખોટી પત્રિકા બનાવી સરકારી નોકરી માટેની પરીક્ષા આપવા રજા રિપોર્ટ મૂક્યો હતો. એકેડમી દ્વારા પહેલા પણ ચેતવણી આપવામાં આવી હતી તેમ છતાં શિષ્ટભંગ કરનારા પાંચ પીએસઆઈને ડિસમિસ કરી દેવામાં આવ્યા છે. 


કોના કોના નામ ખૂલ્યા
સુરતના દેવલબેન દેવમુરારી, બનાસકાંઠાના ભાભર તાલુકાના રુણી ગામના કમલેશ સુથાર, થરાદ તાલુકાના શેરાવ ગામના મહાદેવ પટેલ અને મોરબીના હળવદના હરેશદાન ટાપરિયાએ રજા માટે ખોટા બહાના બનાવ્યા હતા.  


મહીસાગર નદીને 350 મીટર લાંબી ચુંદડી ચઢાવાઈ, નાવડીઓથી ચુંદડીને સામા કાંઠે લઈ જતા અદભૂત દ્રશ્ય જોવા મળ્યું


યુવકે સગાઈની ખોટી પત્રિકા બનાવી હતી
પાલનપુરનો 20 વર્ષીય યુવક મુન્નાભાઈ જાન્યુઆરી 2023 થી બિનહથિયારધારી પીએસઆઈ તરીકે કરાઈ એકેડમીમાં તાલીમ લઈ રહ્યો હતો. તેણે બે દિવસની રજા માટે એકેડમીમાં માંગણી કરી હતી. આ માટે તેણે પોતાની સગાઈનું કારણ જણાવ્યુ હતું. એટલું જ નહિ, તેણે 1 ડિસેમ્બર, 2023 ના રોજ પોતાની સગાઈનું આમંત્રણ કાર્ડ પણ છપાવ્યુ હતું. જેના દ્વારા તેણે બે દિવસની રજા મંજૂર કરાવી હતી. પરંતુ ઉપરી અધિકારીઓને ધ્યાને આવ્યું કે, તેની સગાઈ પત્રિકામાં અનેક લોચા હતા. તેમાં માત્ર યુવક અને યુવતીનું જ હતુ. તેમા માતાપિતા કે સરનામાનો કોઈ ઉલ્લેખ ન હતો. ઉપરી અધિકારીએ શંકા જતા તેઓએ તપાસ કરાવી હતી. જેથી ઈન્સ્પેક્ટર વાઘેલાને આ અંગે તપાસ સોંપવામાં આવી હતી. જેથી તેઓએ ટ્રેઈની પીએસઆઈ મુન્નાભાઈના ઘરે જઈને તપાસ કરી હતી, તો તે માહિતી ખોટી નીકળી હતી. ગામમાં જઈને પાડોશીઓના પણ નિવેદન નોંધવામાં આવ્યા હતા. મુન્નાભાઈની પોલ ખૂલી હતી. આખરે તપાસ પોલીસ એકેડમીને સોંપાઈ હતી. જેના બાદ પીએસઆઈ મુન્નાભાઈ વિરુદ્ધ ડભોડાપોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. 


અમદાવાદના આ વિસ્તારમાં આવી રહ્યો છે સૌથી મોટો લોટસ ગાર્ડનનો પ્રોજેક્ટ, દૂબઈ જેવી રોનક થશે