બાપ રે! અસહ્ય ગરમીને કારણે વલસાડના પોલ્ટ્રી ફાર્મમાં 1000 મરઘાના મોત
Heatwave Alert In Gujarat : વલસાડના વેલવાચ ગામના પોલ્ટ્રી ફાર્મમાં સંચાલકને પાવર કટ થયો હોવાની જાણ થતાં 1 કલાકમાં 500થી વધુ મરઘીઓ મરી ગઈ હતી. જેનો આંકડો 1000 સુધી પહોંચી ગયો છે
Valsad News : ગુજરાતમાં હાલ આકરી ગરમી પડી છે. ગરમીમાં લોકોની હાલત ખરાબ થઈ રહી છે, તો મુંગા જાનવરોનું શુ થતુ હશે. ગરમી સહન ન કરી શક્તા વલસાડના વેલવાચ ગામમાં 800 થી 1000 મરઘાનું મોત નિપજ્યું છે. આકરી ગરમીને લીધે અચાનક અધધ સંખ્યામાં મરઘાં મરી જતા પોલ્ટ્રીફાર્મ માલિકો ચિંતામાં મૂકાયા છે.
વલસાડ તાલુકાના વેલવાચ ગામની આ ઘટના છે. અહીં વેલવાછના કુંડી ફળિયામાં ઉદય પટેલના પોલ્ટ્રી ફોર્મમાં અસહ્ય ગરમીને કારણે 800 થી 1000 મરઘાંનું મરણ થયું હતું. વેલવાચ ગામે બનેલી ઘટના બાદ અન્ય પોલ્ટ્રી ફાર્મ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. ગરમીથી મરઘાંનું મોત તાણ થાય તેની તકેદારીના પગલા હાથ ધરાયા છે. આ બાબતે હેલ્થ વિભાગે પણ કામગીરી શરૂ કરાઈ છે.
ગુજરાતમાં ચારેતરફ રૂપાલાનો વિરોધ : લોકોનો આક્રોશ વધતા પોલીસને અપાયો આદેશ
કેવી રીતે થયા મોત
બન્યું એમ હતું કે, ગરમી અને પાવર કટ થતા પોલ્ટ્રી ફોર્મ સંચાલક મરઘાઓને ઠંડક અપાવવા જનરેટરની વ્યવસ્થામાં જોતરાયા હતા. ઉદય પટેલને પાવર કટ રહેશે તેની જાણ ન થતા તેમણે જનરેટરની કોઈ વ્યવસ્થા કરી ન હતી. કાળઝાળ ગરમી સાથે પાવર કટ રહેતા ઉદય પટેલના પોલ્ટ્રી ફોર્મમાં મરઘા મરવા લાગ્યા હતા. પાવર કટ થયો હોવાની જાણ થતાં 1 કલાકમાં 500થી વધુ મરઘીઓ મરી ગઈ હતી. જેનો આંકડો 1000 સુધી પહોંચી ગયો છે. ઘટનાના જાણ થતા ગામના સરપંચ અને અગ્રણીો પોલ્ટ્રી ફાર્મમાં પહોંચ્યા હતા. તેમજ પશુ ચિકિત્સકની ટીમે પણ જાણ કરતા તેઓ તાત્કાલિક આવી પહોંચ્યા છે અને મરઘાઓના મોત અંગે તપાસ હાથ ધરી છે.
ક્ષત્રિય સંમેલનમાં ભાજપ ધારાસભ્યના પુત્રની હાજરી, રૂપાલા વિવાદ આ જિલ્લામાં પ્રસર્યો
આકરી ગરમી પડી રહી છે
ગુજરાતમાં સૂરજ દેવતા કોપાયમાન થયા છે. કારણ કે, બુધવારે ગુજરાતના મોટાભાગના શહેરો 40 ડિગ્રી તાપમાનમાં શેકાયા હતા. લગભગ 14 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નોંધાયું હતું. તો 44 ડિગ્રી તાપમાન સાથે અમરેલી ન માત્ર ગુજરાતનું પરંતુ આખા દેશમાં સૌથી ગરમ શહેર બન્યું હતું. તો ગુજરાતના અનેક શહેરો અગન ભઠ્ઠી બનીને શેકાયા છે. ગુજરાત સહિત આખા દેશમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં બે દિવસ પહેલા કમોસમી વરસાદ બાદ ગઈકાલથી ગરમીનો પારો ઉંચકાયો છે. ચારેબાજ આકાશમાંથી અગનગોળા વરસાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગરમીના પ્રકોપથી ગુજરાતનું કોઈ શહેર બાકી નથી રહ્યું. ગુજરાતનું અમરેલી શહેર 44 ડિગ્રી તાપમાન સાથે દેશભરમાં સૌથી ગરમ શહેર રહ્યુ હતું.
હજુ એક અઠવાડિયુ ગરમીનો પ્રકોપ રહેશે
હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ એક અઠવાડિયુ ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી. સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર, તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઘટી શકે છે. ભારતમાં હીટવેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળે છે. હવે તો માર્ચ મહિનાના અંતથી હીટવેવની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે. પરંતું તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહિ આવે.
ગુજરાતના ચૂંટણી પ્રચારમાં શાહની એન્ટ્રી : આજે એક દિવસમાં 6 રોડ શોથી ગાંધીનગર ગજવશે