પક્ષીઓને બચાવવા માટે 5 દિવસમાં 1283થી પણ વધારે કોલ મળ્યાં
14 જાન્યુઆરી રોજ જ્યારે એક તરફ શહેરીજનો પતંગ ઉડાવી ઉત્તરાયણની મજા માણી રહ્યા હતા ત્યારે બીજી તરફ વૃક્ષો પર ફસાયેલી અને માર્ગો તેમજ તાર પર લટકતી પતંગની દોરીના કારણે અનેક પક્ષીઓ ઘાયલ થયા. શહેરીજનોએ માણેલી પતંગની મજા પક્ષીઓ માટે સજા સાબિત થઈ. છેલ્લા 5 દિવસમાં ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ માટે કુલ 1283 કોલ આવ્યા જેમાંથી 102 પક્ષીઓના મોત નિપજ્યા.
અતુલ તિવારી/અમદાવાદ : 14 જાન્યુઆરી રોજ જ્યારે એક તરફ શહેરીજનો પતંગ ઉડાવી ઉત્તરાયણની મજા માણી રહ્યા હતા ત્યારે બીજી તરફ વૃક્ષો પર ફસાયેલી અને માર્ગો તેમજ તાર પર લટકતી પતંગની દોરીના કારણે અનેક પક્ષીઓ ઘાયલ થયા. શહેરીજનોએ માણેલી પતંગની મજા પક્ષીઓ માટે સજા સાબિત થઈ. છેલ્લા 5 દિવસમાં ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ માટે કુલ 1283 કોલ આવ્યા જેમાંથી 102 પક્ષીઓના મોત નિપજ્યા.
અરવલ્લીની આ યુવતીએ પોતાનાં વાળને કારણે વિશ્વમાં મેળવ્યું નામ, ગીનીસબુકમાં મેળવ્યું સ્થાન
માત્ર 14 જાન્યુઆરીની જ વાત કરીએ તો અમદાવાદમાંથી 709 પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા. આ 709 પક્ષીઓમાંથી 60 પક્ષીઓ મૃત્યુ પામ્યા જ્યારે 649 જેટલા પક્ષીઓને સારવાર આપીને બચાવી લેવામાં સફળતા મળી. પતંગની દોરી પક્ષીઓના ગાળા, પાંખો અને પગમાં ફસાતા અનેક ઘાયલ પક્ષીઓની જુદા જુદા NGO તેમજ વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર ખાતે મોડી રાત સુધી સારવાર કરાઈ જેમાં કેટલાક પક્ષીઓની પાંખો કાપવાની પણ ફરજ પડી.
બોપલ વિસ્તારમાં 23 વર્ષનાં એક યુવકની હત્યા, પરિવાર માટે આભ તુટી પડ્યું
જો કે ઉત્તરાયણ પહેલા રાજ્ય સરકાર તેમજ કેટલીક સંસ્થાઓ દ્વારા ચાઈનીઝ દોરીનો વપરાશ ન કરવા ચલાવવામાં આવતા કેમ્પઈનની અસર પણ જોવા મળી. ઘાયલ પક્ષીઓના આંકડાઓની વાત કરીએ તો ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 30% થી 40% પક્ષીઓ ઓછા ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. દિવસ દરમિયાન રેસ્ક્યુ માટે આવતા કોલ પર નજર કરીએ તો મહત્તમ રેસ્ક્યુના કોલ સાંજે નોંધાયા હતા.
પ્રેમીકાનાં પતિની હત્યા બાદ બીજા ત્રણ લોકોની હત્યાનું હતું આયોજન જો કે અચાનક પોલીસે ઝડપી લીધો
જેની પાછળના કારણ અંગે વાત કરતા ફોરેસ્ટ અધિકારી દિપક ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરીજનો ઉત્તરાયણમાં પણ સાંજે ફટાકડા ફોડે છે ત્યારે તેના કારણે પણ અનેક પક્ષીઓ ડરના મારે પોતાના માળામાંથી બહાર ઉડવા લાગતા હોય છે અને પતંગની લટકતી દોરીઓમાં ફસાતા હોવાથી ઇજાગ્રસ્ત થતા હોય છે. પરંતુ ઇજાગ્રસ્ત પક્ષીઓની ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સંખ્યા ઘટતા શહેરીજનોની સમજદારીને પણ તેઓએ બિરદાવી હતી. 10 થી 20 જાન્યુઆરી દરમિયાન પક્ષી બચાવવા ચલાવાઈ રહ્યું છે કેમ્પઈન. છેલ્લા 5 દિવસમાં રેસ્ક્યુ માટે 1283 કોલ આવ્યા, 102 પક્ષીઓના મોત નિપજ્યા જ્યારે 1181 પક્ષીઓને સારવાર અપાઈ
* 10 જાન્યુઆરીએ 76 કોલ રેસ્ક્યુના આવ્યા, જેમાથી 1 પક્ષીનું મોત નીપજ્યું
* 11 જાન્યુઆરીએ 148 કોલ રેસ્ક્યુના આવ્યા, જેમાથી 17 પક્ષીઓના મોત નિપજ્યા
* 12 જાન્યુઆરીએ 151 કોલ રેસ્ક્યુના આવ્યા, જેમાથી 5 પક્ષીઓના મોત નિપજ્યા
* 13 જાન્યુઆરીએ 199 કોલ રેસ્ક્યુના આવ્યા, જેમાથી 19 પક્ષીઓના મોત નિપજ્યા
* 14 જાન્યુઆરીએ 709 કોલ રેસ્ક્યુના આવ્યા, જેમાથી 60 પક્ષીઓના મોત નિપજ્યા અને 649 પક્ષીઓને સારવાર આપવામાં આવી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube