ગાંધીનગર : ગુજરાતમાં જેમ જેમ કોરોનાના કેસ વધતા જઇ રહ્યા છે તેમ તેમ સરકાર દ્વારા નિયંત્રણો પણ કડક કરવામાં આવી રહ્યા છે. સરકાર સતત પરિસ્થિતિની સમીક્ષા કરીને આગામી નિર્ણયો લઇ રહી છે. રાજ્યમાં 8 મહાનગરોમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેર ઉપરાંત આણંદ અને નડિયાદ જિલ્લામાં રાત્રી કર્ફ્યૂ અને નિયંત્રણો યથાવત્ત રાખવામાં આવ્યા છે. રાત્રી કર્ફ્યૂમાં કોઇ વધારો કે ઘટાડો કરાયો નથી. તે નિયમ હાલ છે તેમ યથાવત્ત જ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 7476 કેસ, 2704 રિકવર થયા, 3 નાગરિકોનાં મોત


જો કે હવે સરકાર દ્વારા જાહેર કાર્યક્રમો, લગ્ન સમારંભો સહિતના કાર્યક્રમોમાં ભીડ એકત્ર કરવા પર નિયંત્રણ લાદી દેવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં તમામ રાજકીય, સામાજીક, શૈક્ષણીક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો અને સમારંભો અને ધાર્મિક સ્થળો પર મહત્તમ 150 વ્યક્તિઓ જ હાજર રહી શકશે. આ ઉપરાંત જો કોઇ બંધ જગ્યા હોય તો તે સ્થળની કુલ ક્ષમતાના 50 ટકા લોકો હાજર રહી શકશે. એટલે કે જો હોલની ક્ષમતા 1000 લોકોની હોય તો પણ મહત્તમ 150 લોકો હાજર રહી શકશે. કોઇ પણ કાર્યક્રમમાં 150 થી વધારે લોકો એકત્ર નહી થઇ શકે. 


કોરોનાને કારણે લોકડાઉન આવે કે ન આવે પાનના ગલ્લા થશે બંધ, સરકારના આદેશ બાદ તંત્રની કડક કાર્યવાહી


આ ઉપરાંત લગ્ન સમારંભમાં 150 થી વધારે વ્યક્તિઓ હાજર નહી રહી શકે સાથે સાથે DIGITAL ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. અત્રે ઉલ્લે્ખનીય છે કે, અત્યાર સુધી લગ્ન પોર્ટલમાં 400 લોકોની હાજરીને પરવાનગી હતી. જો કે હવે તે ઘટાડીને 150 કરી દેવામાં આવતા કમુરતા ઉતરે તે પહેલા જ લગ્નેચ્છુક લોકોનાં ચહેરા ઉતરી ચુક્યાં છે. જે લોકોએ ધામધુમ આયોજન કર્યું હતું તેઓને હવે સાદાઇથી લગ્ન કરવા પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube