અમદાવાદમાં કોરોના કાબૂ બહાર, 20 હજારથી વધુ લોકો માઇક્રો કન્ટાઈનમેન્ટ ઝોનમાં કેદ
- સોમવારે માસ્ક વગર ફરતા લોકો પાસેથી 3.03 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો.
- ચાંદખેડાના શ્યામ બંગ્લોમાં 34 કેસ છે, પણ સરકારી ચોપડે માત્ર 12 કેસ બોલે છે.
ગૌરવ પટેલ/અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ શહેર (ahmedabad) માં હજુ કોરોના કાબૂ બહાર છે. શહેરના અનેક વિસ્તારની સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ માઇક્રો કન્ટાઈનમેન્ટ ઝોનમાં સામેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ, શહેરના 20 હજાર કરતાં વધારે નગરજનો માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કેદ છે. Amc માઈક્રો કન્ટાઇનમેન્ટની નવી યાદી મોડી રાત્રે જાહેર કરાઈ છે. જે બતાવે છે કે, શહેરમાં માઇક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારમાં ફરી તોતિંગ વધારો થયો છે. માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર 300 ની ઉપર પહોંચી ગયા છે. શહેરમાં 8 વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટની યાદીમાં મૂકાયા છે. તો અગાઉના 4 વિસ્તાર રદ્દ કરાયા છે. શહેરમાં માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારોની સંખ્યા 303 પર પહોંચી ગઈ છે.
આ પણ વાંચો : દિગ્ગજ દવા કંપનીનો દાવો, તેમની કોરોના વેક્સીનનું અંતિમ ટ્રાયલ સફળ, 94% અસરકારક
માસ્ક વગર ફરતા 9 લોકો પોઝિટિવ
તો બીજી તરફ, શહેરમાં માસ્ક વગર ફરતા લોકો સામે amc ની કાર્યવાહી યથાવત છે. સોમવારે માસ્ક વગર ફરતા લોકો પાસેથી 3.03 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. માસ્ક વગર ફરતા 69 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 9 લોકો પોઝિટિવ મળી આવ્યા છે.
આ પણ વાંચો : દુકાનદારો સાવધાન, Covid-19 ને રોકવા તમારા માટે જાહેર કરાઈ ખાસ SOP
શ્યામ બંગ્લોઝમાં 34 કેસ, પણ ચોપડે માત્ર 12 બોલે છે
કોરોના કેસ પર ચાંદખેડાના કોંગ્રેસી કોર્પોરેટરે એએમસી તંત્ર પર કોરોનાના કેસ (corona case) ના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા હોવાનો આરોપ કર્યો છે. ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રી કેસરીયાના અનુસાર, ચાંદખેડામાં આવેલ શ્યામ બંગલોમાં માઈક્રો કન્ટાઇનમેન્ટ મામલે આરોપ છે. અહીં એએમસી ચોપડે માત્ર 12 કેસ નોંધાયા છે. જ્યારે હકીકતમાં આ બંગલોમાં 34 કેસ હોવાનો તેમનો દાવો છે. શ્યામ બંગલોમાં 34 કેસ છે, પણ સરકારી ચોપડે માત્ર 12 કેસ બોલે છે. આ બંગ્લોજમાં કેટલાક લોકોએ પ્રાઇવેટ લેબમા ટેસ્ટ કરાવ્યો છે. પરંત amc ના ચોપડે આ કેસ નથી. ગ્રીનક્રોસ લેબ દ્વારા કરાયેલ ટેસ્ટની એએમસીને માહિતી આપવામાં આવી નથી. ત્યારે અમદાવાદનું તંત્ર સાચી માહિતી અને આંકડાઓ છુપાવાતું હોવાનો તેઓએ આરોપ મૂક્યો છે.