બુરહાન પઠાણ/આણંદ: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે ત્યારે આણંદ જિલ્લાના 200 થી વધુ નાગરિકો ઇઝરાયેલમાં ફસાઈ જતા તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા છે. જો કે તમામ નાગરિકો સલામત હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી એકવાર છવાશે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો; અનેક ભાગોમાં થશે વરસાદ, જાણો ઘાતક આગાહી


ઇઝરાયેલ અને હમાસ વચ્ચે હાલમાં યુદ્ધ ફાટી નીકળ્યું છે ત્યારે આણંદ જિલ્લાના 200 થી વધુ નાગરિકો ઇઝરાયેલમાં ફસાયા છે. આણંદ જિલ્લાના 200થી વધુ નાગરિકો ઇઝરાયેલમાં વૃદ્ધ નાગરિકોનાં કેર ટેકર તરીકે વર્ષોથી જોબ કરી રહ્યા છે. પરંતુ હાલમાં યુદ્ધ ફાટી નીકળતા અહીંયા રહેતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે અને દરરોજ દિવસમાં ચારથી પાંચ વખત વિડિઓ કોલ કરી તેમના ક્ષેમકુશળતાનાં સમાચાર મેળવી રહ્યા છે. 


સૌરાષ્ટ્રના સિદસર જેવું જ પાટણ પાસે બનશે ખોડલધામ, આ તારીખે ખાતમુહૂર્ત, CM રહેશે હાજર


આણંદની અલ્પેશ સોસાયટીમાં રહેતા અર્ચનાબેનનાં પતિ કલ્પેશભાઈ છેલ્લા બે વર્ષથી ઇઝરાયેલ ગયા છે અને જ્યાં તેઓ કેર ટેકરનું કામ કરી રહ્યા છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધને લઈને અર્ચનાબેન પોતાના પતિ માટે સતત ચિંતા અનુભવી રહ્યા છે. તેમની દીકરી પણ સતત ચિંતા કરી રહી છે. તેઓ દરરોજ દિવસમાં ચારથી પાંચ વાર વિડિઓ કોલિંગથી પતિ સાથે વાત કરી ત્યાંની માહિતી મેળવી રહ્યા છે. 


ગુજરાતની આ જાણીતી ડેરીનું દૂધ પીતા હો તો સાવધાન, નમુના લેબમાં થયા ફેલ


અલ્પેશ સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈ પટેલિયાનાં પત્ની છેલ્લા 13 વર્ષથી ઇઝરાયેલ છે.અને યુદ્ધને લઈને પ્રદીપભાઈ અને તેમનો પુત્ર ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. અલ્પેશ સોસાયટીમાં જ રહેતા નીલમબેન પરમારના પતિ ફ્રાન્સિસભાઈ છેલ્લા બે વર્ષથી ઇઝરાયેલ છે. અને યુદ્ધની સ્થિતિને લઈને નીલમબેન અને તેમની પુત્રી એન્જલ બંને ચિંતામાં મુકાયા છે. અને તેઓ પણ વિડિઓ કોલિંગથી સતત ફ્રાન્સિસ સાથે1 સંપર્કમાં રહી ત્યાંની માહિતી મેળવી રહ્યા છે. 


હાથમાં બંદૂક લઈને આ બે ગુજરાતણો નીકળી પડી ઈઝરાયેલ માટે યુદ્ધ લડવા, નામ રોશન કર્યું