રવિ અગ્રવાલ/વડોદરા :હિમાચલમાં ભારે વરસાદને પગલે ચંબા જિલ્લાની મણિમહેશની યાત્રા રોકી દેવાઈ છે. ભ્રંગનાલામાં ભરમૌરને હડસરથી જોડતો પુલ ભારે વરસાદને કારણે તૂટી ગયો છે. આ કારણે સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા છે. ચંબાથી મણીમહેશ વચ્ચે ૧૩ હજાર જેટલા યાત્રીઓ ફસાયા છે, જેમાં 250થી વધુ ગુજરાતી યાત્રીઓ પણ ફસાયા છે. આ યાત્રીઓમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગરના મુસાફરોનો સમાવેશ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરે-ઘરે નાસ્તામાં ખવાતા ભજીયા-જલેબી ગુજરાતના આ મંદિરમાં પ્રસાદ તરીકે અપાય છે, જેની પાછળ છે એક માન્યતા


ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બની ગાંડીતૂર, કાંઠાના 10 ગામો સંપર્ક વિહોણા થયા



પુલ તૂટી જવાને કારણે શ્રદ્ધાળુઓનું આગળ વધવુ કે પાછળ જવુ મુશ્કેલ બની ગયું છે. અહી પરિસ્થિતિ એટલી વણસી હતી કે, મુસાફરોને હોટલમાં રૂમ મળવા પર મુશ્કેલ બન્યું હતું. જેને કારણે અનેક લોકોએ કારમાં જ રાત વિતાવી હતી. આવામાં ગુજરાતી મુસાફરોની હાલત પણ કફોડી બની છે. આવામાં સ્થાનિક લોકો પણ શ્રદ્ધાળુઓની મદદ કરી રહ્યાં છે. ત્યારે શ્રદ્ધાળુઓ પુલની કામગીરી બાદ ક્યારે મુસાફરી શરૂ થાય તેની રાહ જોઈ રહ્યાં છે. 


Pics : Lakme Fashion Weekમાં કરીનાનો લૂક જોઈને કોઈ નહિ કહી શકે તે 3 વર્ષના બાળકની મમ્મી છે!!! 


ભારે વરસાદને કારણે ચંબાની મણિમહેશની યાત્રા રોકી દેવાઈ છે. ભારે વરસાદને કારણે અહીં પરિસ્થિતિ વણસી છે. ચંબા જિલ્લા પ્રશાસને પાડોશી જિલ્લાઓના અધિકારીઓને મેસેજ આપીને એડવાઈઝરી જાહેર કરી છે કે, કેટલાક દિવસો માટે મણિમહેશની યાત્રા રોકી દેવામાં આવે. ભરમૌરથી અંદાજે 12 કિલોમીટર દૂર હડસર સુધી ગાડીમાં સફર કર્યા બાદ 13 કિલોમીટર પગપાળા ચઢાણ કરવામાં આવે છે. ત્યારે સ્થાનિક અધિકારીઓનું કહેવુ છે કે, વાહન યોગ્ય પુલ તૈયાર કરવામાં બેથી ત્રણ દિવસ લાગી શકે છે.  


13500 ફીટ ઊંચાઈ પર મણિમહેશ
મણિમહેશ એક પવિત્ર સરોવર છે, જે સમુદ્ર તળથી લગભગ 13500 ફીટની ઊંચાઈ પર સ્થિત છે. આ સરોવર પૂર્વની દિશામાં છે. સ્થાનિક લોકો માને છે કે, દેવી પાર્વતી સાથે લગ્ન કર્યા બાદ ભગવાન શિવે મણિમહેશ નામના આ પર્વતની રચના કરી હતી. મણિમહેશ પર્વતના શિખર પર ભોરમાં એક પ્રકાશ ઉભરે છે, જે તેજીથી પર્વતના ખોળામાં બનેલા સરોવરમાં પ્રવેશી જાય છે. આ ઘટના એ વાતનું પ્રતિક છે કે, ભગવાન શંકર કૈલાશ પર્વત પર બનેલા આસન પર બિરાજમાન થવા આવ્યા છે. આ અલૌકિક પ્રકાશ તેમના ગળામાં પહેરેલા શેષનાગના મણિનો છે. આ દિવ્ય અલૌકિક દ્રશ્ય જોવા માટે મુસાફરો એટલા ઉત્સુક હોય છે કે, કાતિલ ઠંડીમાં પણ તેના દર્શન કરવા બેસી રહે છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :