ખળભળાટ! એક જ વ્યક્તિના ફોટોના દુરૂપયોગ કરી ગુજરાતભરમાં 29 હજારથી વધુ સીમકાર્ડ ઈસ્યૂ થયાનો ખુલાસો
એક જ વ્યક્તિના ફોટોના દુરૂપયોગ કરી રાજ્યભરમાં 29 હજારથી વધુ સીમ કાર્ડ ઈસ્યૂ થયાનો ખુલાસો થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક જ વ્યક્તિના ફોટોના દુરૂપયોગ કરી સીમ કાર્ડ એક્ટિવ કરાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મૌલિક ધામેચા/અમદાવાદ: મોબાઈલ સિમ કાર્ડ ખરીદતાં ગ્રાહકોના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને અન્ય ગ્રાહકોને સિમ કાર્ડ વેચવાના કૌભાંડનો અનેક વખત પર્દાફાશ થયો છે. પરંતુ હાલ એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક જ વ્યક્તિના ફોટોના દરૂપયોગ કરીને સીમકાર્ડ એક્ટિવ કરાયા હોવાની માહિતી મળી છે. આવી રીતે રાજ્યભરમાં 29 હજારથી વધુ સીમકાર્ડ ઈસ્યૂ થયાનો સૌથી મોટો ખુલાસો થયો છે.
આખરે એવું તે શું રંધાયું? ગુજરાત કોંગ્રેસમાં મોટી હિલચાલ, ખાનગી હોટલમાં બેઠક યોજાઈ
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, એક જ વ્યક્તિના ફોટોના દુરૂપયોગ કરી રાજ્યભરમાં 29 હજારથી વધુ સીમ કાર્ડ ઈસ્યૂ થયાનો ખુલાસો થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક જ વ્યક્તિના ફોટોના દુરૂપયોગ કરી સીમ કાર્ડ એક્ટિવ કરાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યભરમાં આવા 29 હજારથી વધુ સીમકાર્ડ ઈસ્યૂ થયા છે. સામાન્ય વ્યક્તિના દસ્તાવેજ પર એક જ ફોટો લગાવી સીમ કાર્ડ વેચાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આવી રીતે 486 જેટલા ફોટોનો દુરૂપયોગ કરી સીમ કાર્ડ વેચાયા છે. આ કેસમાં રાજ્યભરમાં 15 ગુના દાખલ કરી 18ની ધરપકડ પણ કરવામાં આવી છે.
સાવધાન! ફરી ગુજરાતમાં ધડાધડ પાડી રહ્યો છે કોરોના; ત્રણના મોત, એક્ટિવ કેસમાં વધારો
મહત્વનું છે કે, આવા સીમકાર્ડનો ઉપયોગ છેતરપિંડી, ક્રિકેટ સટ્ટો, ગેમ્બલીંગ જેવી પ્રવૃત્તિઓમાં વપરાતા હોવાની શક્યતાને આધારે મોટી કાર્યવાહી કરાઈ છે. આ કૌભાંડનો પર્દાફાશ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિ કોમ્યુનિકેશન, સાયબર ક્રાઈમ, સીઆઈડી ક્રાઈમ અને ગુજરાત ATS એ સંયુક્ત કાર્યવાહી દ્વારા કર્યો છે.
અમદાવાદમાં બહાર નીકળવું પણ દુષ્વાર બનશે! આ તારીખોમાં સાવધાન રહેજો, જાણો શું છે આગાહી
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમદાવાદમાં નવા પ્રકારની છેતરપિંડીનો કેસ સામે આવ્યા હતા. મોબાઈલના સિમ કાર્ડ ખરીદવા માટે આવતાં ગ્રાહકોની જાણ બહાર તેમની જગ્યાએ દુકાનના કર્મચારીનો ફોટોનો ઉપયોગ કરીને કસ્ટમર એપ્લિકેશન ફોર્મ ભરીને ઠગાઈ કરવાના કેસમાં બોડકદેવ, મણિનગર અને આસ્ટોડીયા વિસ્તારમાંથી સિમ કાર્ડ સ્ટોરના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.