New Year 2020: પોલીસનો ચોકી પહેરો છતા અમદાવાદમાંથી 290 પીધેલા પકડાયા, દીવમાં 2 દારૂડિયાના મોત
ન્યૂ યર પાર્ટી (happy new year 2020) ને લઈને રાજ્યભરમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં દારૂ પીને છાટકા કરનારા અનેક યુવકો પકડાયા હતા. ગુજરાતના વિવિધ શહેરોમાંથી દારૂ પીધેલા લોકો ઝડપાયા હતા. જેમાં સૌથી વધુ આંકડો અમદાવાદનો છે. અમદાવાદમાં નવા વર્ષની ઉજવણીને લઈ મોડી રાતે પોલીસે શહેરમાંથી કુલ 290થી વધુ દારૂડિયાઓને ઝડપી પાડ્યા છે. તો દીવમાં દારૂ પીને ઉભેલા બે શખ્સોના મોત થયા છે.
અમદાવાદ :ન્યૂ યર પાર્ટી (happy new year 2020) ને લઈને રાજ્યભરમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં દારૂ પીને છાટકા કરનારા અનેક યુવકો પકડાયા હતા. ગુજરાતના વિવિધ શહેરોમાંથી દારૂ પીધેલા લોકો ઝડપાયા હતા. જેમાં સૌથી વધુ આંકડો અમદાવાદનો છે. અમદાવાદમાં નવા વર્ષની ઉજવણીને લઈ મોડી રાતે પોલીસે શહેરમાંથી કુલ 290થી વધુ દારૂડિયાઓને ઝડપી પાડ્યા છે. તો દીવમાં દારૂ પીને ઉભેલા બે શખ્સોના મોત થયા છે.
દીવમાં 2ના મોત
દીવમાં નવા વર્ષ ની ઉજવણી કરવા આવેલા ઉનાના બે લોકોના મોત નિપજ્યા છે. દીવ ચક્રતીર્થ બીચ પર નશાની હાલતમાં ઉભેલા જેસીબી સાથે બાઈક અથડાતાં બંનેના મોત નિપજ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ આપવામાં બંનેનો મૃતદેહ સોંપવામાં આવશે.
નવા વર્ષમાં આ 5 ઓફરમાં ભૂલથી પણ ન પડતા, નહિ તો કોઈ ચૂનો ચોપડીને જતુ રહેશે
અમદાવાદમાં સૌથી વધુ દારૂડિયા ઝડપાયા
31 ડિસેમ્બરને લઈ અમદાવાદ શહેરમાંથી 409 કેસો કરવામાં આવ્યા હતા. જેમાં પ્રોહિબિશનના 368 કેસો, જ્યારે કે 41 કેસોમાં દારૂ મળી આવ્યો છે. અમદાવાદ જિલ્લાભરમાં પ્રોહિબિશનના 20 કેસો સામે આવ્યા છે. 6 કેસ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને પ્રોહિશન-કબજામાંથી દારૂ મળી આવવાના 14 કેસો નોંધાયા છે.
પંચમહાલમાં 14 પકડાયા
પંચમહાલમાં 31 ડિસેમ્બરની રાત્રિ શહેરા પોલીસે ચોકી પહેરો ગોઠવ્યો હતો. જેમાં 14 ઈસમો નશો કરેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. શહેરાની સિંધી ચોકડી ઉપર વાહન ચેકિંગ દરમિયાન દારૂ પીધેલા શખ્સો પકડાયા હતા.
જુનાગઢમાં 10 નશાખોર પકડાયા
31 ડિસેમ્બરને લઈને જુનાગઢ પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જુનાગઢ આસપાસના વિસ્તારોમાં જડબેસલાક ચેકિંગ કરાયું હતું. જુનાગઢ સાસણ સહિત પર્યટક સ્થળો પર પોલીસની બાજ નજર હતી. તમામ વાહનો પર ચુસ્ત ચેકીંગ કરાયું હતું. ત્યારે જુનાગઢના સાબલપુર ચોકડી, દોલત પરા, મજેવડી, ગાંધીચોક, ગાંધીગ્રામ, મધુરમ જેવા અનેક વિસ્તારોમાંથી પોલીસે 17 નશાખોરોને પકડી પાડ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....