ભાવિન ત્રિવેદી, જૂનાગઢઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દિવાળી બાદ હમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. આ વચ્ચે વિસાવદર શહેરમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત 35થી વધુ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હર્ષદ રીબડિયાની હાજરીમાં ભાજપમાં જોડાયા
આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટીને મજબૂત કરવા માટે અરવિંદ કેજરીવાલ સતત પ્રયાસ કરી રહ્યાં છે. આ વચ્ચે પૂર્વ ધારાસભ્ય હર્ષબ રીબડિયા થોડા સમય પહેલા ભાજપમાં જોડાયા હતા. હવે તેમની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા છે. 


આ પણ વાંચોઃ મહેસાણાઃ ખેરાલુના ડભોડા ગામે તળાવમાં વીડિયો બનાવતા સમયે બે યુવકોના ડૂબી જતા મોત


વિધાનસભા ૨૦૨૨-ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાર્ટી બદલવાની મોસમ પણ ચાલી રહી છે. વિસાવદર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અને કાર્યકરોએ આજે જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે કેસરિયો ધારણ કર્યો છે. ભારતીય જનતા પાર્ટી સાથે જિલ્લા કાર્યાલય ખાતે અધ્યક્ષ કિરીટ પટેલ તેમજ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાના હસ્તે કેસરિયો ખેસ પહેરી વિધિવત ભાજપમાં જોડાયા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube