ઝી ન્યૂઝ/ગાંધીનગર: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ ખુશખબર મળી રહ્યા છે. રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સૌથી મોટી ભરતી આવી રહી છે. જી હાં. તમે સાચું સાંભળી રહ્યા છો. ગુજરાતમાં આગામી સમયમાં સિનિયર ક્લાર્ક, ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની 5400 થી વધુ જગ્યા પર ભરતી કરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio નો સૌથી હિટ પ્લાન! માત્ર 155 રૂપિયામાં Data-Calling બધુ ફ્રી, આ છે સસ્તો પ્લાન
 
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ વિભાગો પાસે ખાલી જગ્યાઓની વિગતો મંગાવવામાં આવી છે. ખાલી જગ્યાઓની વિગતો 15 મે મહિના સુધી આપી દેવા તાકિદ કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં આ તમામ પદો પર પ્રથમ પરીક્ષા યોજાઈ શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રથમ વખત સમાન લાયકાતની પરીક્ષાઓ એક જ કરવાની વિચારણા ચાલી રહી છે.


પુરૂષોએ પણ મહિલાઓની જેમ બેસીને કરવો જોઈએ પેશાબ, ઉભા રહેવાથી થાય છે આ નુક્સાન


ઉલ્લેખનીય છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2023-24 માં આટલી સરકારી ભરતીઓ આવશે. GSSSB ભરતી કેલેન્ડર 2023, GSSSB દ્વારા વર્ષ 2023 માટે નવુ ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળ ( GSSSB) દ્વારા આગામી એક વર્ષ એટલે કે 2023થી 2024 સુધીની ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું છે. જે મુજબ આ વર્ષમાં અલગ અલગ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.