નવસારીના ટીઘરાથી 50થી વધારે મહિલાઓ વિફરી, દારૂબંધી મુદ્દે ધારાસભ્ય અને Dy.SP સુધી રજુઆત કરી
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવા સતત પોકળ સાબિત થઇ રહ્યા છે. જેનો અનેક પુરાવાઓ રોજેરોજ મળી રહ્યા છે. નવસારી શહેરને અડીને આવેલા તીઘરા ગામમાં છેલ્લા ઘણા સમયતી દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે. જેને બંધ કરાવવા માટે અનેકવાર રજુઆતો છતા પણ પોલીસ આંખ આડા કાન કરી રહી હતી. પોલીસ દ્વારા કોઇ નક્કર કામગીરી નહી કરવામાં આવતા આખરેમહિલાઓ રણચંડી બની હતી. 50 જેટલી મહિલાઓએ અગાઉ ધારાસભ્ય અને જિલ્લા પોલીસ વડાને રજુઆત કરવા માટે પહોંચી હતી.
સુરત : ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવા સતત પોકળ સાબિત થઇ રહ્યા છે. જેનો અનેક પુરાવાઓ રોજેરોજ મળી રહ્યા છે. નવસારી શહેરને અડીને આવેલા તીઘરા ગામમાં છેલ્લા ઘણા સમયતી દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે. જેને બંધ કરાવવા માટે અનેકવાર રજુઆતો છતા પણ પોલીસ આંખ આડા કાન કરી રહી હતી. પોલીસ દ્વારા કોઇ નક્કર કામગીરી નહી કરવામાં આવતા આખરેમહિલાઓ રણચંડી બની હતી. 50 જેટલી મહિલાઓએ અગાઉ ધારાસભ્ય અને જિલ્લા પોલીસ વડાને રજુઆત કરવા માટે પહોંચી હતી.
Gujarat Corona Update: નવા 323 કેસ, 441 રિકવર થયા, 2 લોકોના કોરોના કારણે મોત
નવસારીના ટીઘરા વિસ્તારમાં દારૂનું દુષણ વધતા મહિલાઓને દારૂની બદીથી તેમને સૌથી વધારે તકલીફ પડે છે. પોલીસ દ્વારા ઝડપી દેશી દારૂનું વેચાણ બંધ થાય તે માટે આવેદન આપવામાં આવ્યું છે. નવસારી શહેરને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂના વેચાણથી ગામના લોકોનું વાતાવરણ ડહોળાઇ રહ્યું છે. ગામની બહેન દીકરી બહાર નિકળતા પણ ગભરાય છે. વારંવાર મારામારી, છેડતી જેવા અનેક કિસ્સાઓ બનતા રહે છે. યુવતીઓ ધોળા દિવસે પણ યુવતીઓ બહાર જતા ગભરાય છે.
લગ્નમાં રોલા પાડવા માટે મોંઘી કાર મંગાવી રહ્યા હો તો સાવધાન! ખાસ વાંચો આ અહેવાલ
મહિલાઓએ નાયબ જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જમીની હકીકત ગ્રામ્ય વિસ્તારોમાં વેચાણ હલકી ગુણવત્તાનાં દારૂનું દુષણ નાબુત થાય તે માટે પોલીસનું સક્રિય થવું જરૂરી છે. હાલમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે મતદારોને આકર્ષવા માટે દારૂ સરળ માધ્યમ છે. દરેક ચૂંટણી બને છે તેમ ચૂંટણી કમિશ્નર અને પોલીસ આ મુદ્દે કડક વલણ અપનાવે તો ટીઘરા જેવા અનેક ગામોમાં દારૂબંધી થઇ શકે છે. જો કે પોલીસ આ મુદ્દે કડક વલણ દર્શાવે તે જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube