ચાર દિવસીય અશ્વમેળામાં 500 કરતા વધારે ઘોડેસવારો લેશે ભાગ
બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે અશ્વમેળાનું આયોજન કરાયું છે. ચાર દિવસીય આ અશ્વમેળામાં ગુજરાત ભરમાંથી 500થી વધુ અશ્વસવારોએ ભાગ લીધો છે. જેને જોવા માટે આજુબાજુના ગામોમાંથી હજારોની જનમેદની ઉમટી પડી હતી. અશ્વ શક્તિએ આપણા ઇતિહાસને ઉજ્જવળતા બક્ષી છે અશ્વોએ હંમેશા યુધ્ધોમાં આગળ રહી ઇતિહાસને અમર બનાવ્યો છે દેવતાઓ, દાનવો કે માનવોના જીવનમાં અશ્વનું અનન્ય મહત્વ રહ્યું છે.
અલકેશ રાવ/પાલનપુર: બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે અશ્વમેળાનું આયોજન કરાયું છે. ચાર દિવસીય આ અશ્વમેળામાં ગુજરાત ભરમાંથી 500થી વધુ અશ્વસવારોએ ભાગ લીધો છે. જેને જોવા માટે આજુબાજુના ગામોમાંથી હજારોની જનમેદની ઉમટી પડી હતી. અશ્વ શક્તિએ આપણા ઇતિહાસને ઉજ્જવળતા બક્ષી છે અશ્વોએ હંમેશા યુધ્ધોમાં આગળ રહી ઇતિહાસને અમર બનાવ્યો છે દેવતાઓ, દાનવો કે માનવોના જીવનમાં અશ્વનું અનન્ય મહત્વ રહ્યું છે.
દેવરાજ ઇન્દ્રનો અશ્વ ઉચ્ચએશ્રવા હોય કે મહારાણા પ્રતાપનો જગ વિખ્યાત અશ્વ ચેતક, કે શિવાજી મહારાજની ઘોડી ક્રિષ્ના...અશ્વના કારણે યજ્ઞ સંસ્કૃતિએ અશ્વમેઘ યજ્ઞનું નામ આપવામાં આવ્યું છે. ત્યારે આ અશ્વ સંસ્કૃતિને જીવીત રાખવા અને બિરદાવવા બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામમાં છેલ્લા 8વર્ષથી અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે, શ્રી બુઢેસ્વર મહાદેવ મેળા સમિતિ અને પ્રવાસન વિભાગ ગુજરાત સરકાર દ્વારા 8માં અશ્વ મેળાનું આયોજન કરાયું છે.
આ અશ્વ મેળામાં 500 થી પણ વધુ અશ્વસવારો એ ભાગ લીધો છે. અહીં ખાસ કરીને મારવાડી અને કાઠિયાવાડી નસલના અશ્વો ભાગ લે છે ચાર દિવસીય ચાલનાર આ મેળામાં ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યો માંથી પણ અશ્વ સવારો આ સ્પર્ધામાં પોતાના અશ્વ ની કરતબ બતાવવા આવી પહોંચે છે જસરા સ્થિત બુઢેસ્વર મહાદેવના મંદિરે ધજા ચડાવી આયોજક મહેશભાઈ દવેએ ચાર દિવસીયનો પ્રારંભ કરાવ્યો હતો.
સોને મઢેલા નંદી સાથે વડોદરામાં નિકળી શિવરાત્રીએ ‘શિવજી કી સવારી’
આ અશ્વ મેળામાં દર વર્ષે અનેક પ્રદેશોના લોકો ભાગ લે છે જેમાં પાટણનો અમોન પટેલ જે નાનપણથી જ ઘોડેસવારી નો શોખ ધરાવે છે અને માત્ર 16 વર્ષ ની ઉમરમાજ અસંખ્ય અશ્વ સ્પર્ધામાં ભાગ લઈ ચુક્યો છે અહીં પણ તે પોતાના ચાર અશ્વો સાથે આવ્યો છે અને તેણે અશ્વોના વિવિધ દિલધડક કરતબો રાજુ કર્યા હતા.
જસરા જેવા નાનકડા ગામમાં ર૦૧રમાં શરૂ કરવામાં આવેલ અશ્વમેળો ધીમે ધીમે વિરાટ સ્વરૂપ ધારણ કરતો દેખાઈ રહ્યો છે. આ વખતે ચાર દિવસના મહા શિવરાત્રિના મેળાનો બુઢેશ્વર મહાદેવના મંદિરે ધજા ચડાવી મેળાનો પ્રારંભ કર્યો હતો.બનાસકાંઠા જીલ્લાના જસરા ખાતે ચાલી રહેલ અશ્વમેળાની હણહણાંટીમાં જિલ્લાવાસીઓ ભરપૂર આનંદ માણી રહ્યાં છે. જસરા અશ્વમેળામાં પણ યુવા અશ્વસવારોનો જલવો પણ જોવા મળ્યો હતો.
વડોદરા: વાઘોડિયા રોડ પરના અમોદર પાસે હીટ એન્ડ રનની ઘટના, ભાઇ બહેનનું મોત
લાખણીના જસરા ગામે અશ્વ મેળામાં હૈયાથી હૈયું દળાય એવી ભીડ જામી હતી અશ્વ-શો ની સાથે આનંદમેળો જોઈ લોકહૈયું હિલ્લોળે ચડ્યું ભારતની સાચી સંસ્કૃતિ ગામડાઓમાં જન્મી અને વિકસી છે અને આવી સંસ્કૃતિને જીવંત રાખવા માટે ગામડાઓના લોક મેળાઓ પ્રયાસ કર્યો છે. આવુજ આપણી ગામડાની સંસ્કૃતિ ટકી રહે તેમજ અશ્વ પાલકો પોતાના અશ્વોને સાચવે તે માટે યોજાયેલા મેળાને જોવા માટે આજુબાજુના 50થી પણ વધુ ગામોના લોકો ઉમટી પડ્યા હતા.