કચ્છ : સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ અઠવાડીયામાં બીજીવાર પાકિસ્તાની બોટને ઝડપી લીધી હતી. હરામીનાળા વિસ્તારમા સર્ચ ઓપરેશન દરમિયાન BSF દ્વારા સાત પાકિસ્તાની બોટને બિનવારસી હાલતમા કબજે કરી હતી. આ વિસ્તારમાંથી વધારે બોટ અને ગુસણખોરો મળે તેવી શક્યતાને જોતા બીએસએફ દ્વારા હાલ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાની સરહદે અડીને આવેલા કચ્છ જિલ્લાના લખપત તાલુકાના હરામીનાળા વિસ્તારમાંથી ગત સપ્તાહે 11 પાકિસ્તાની બોટ અને નાસી છુટેલા 6 ઘુસણખોર માછીમારોને શોધવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગણતરીના દિવસોમાં જ સ્થળ પરથી બીએસએફ દ્વારા વધારે સાત પાકિસ્તાની બોટ ઝડપી લીધી હતી. બોટમાં આવેલા લોકો આ વિસ્તારમાં છુપાયા હોવાની આશંકાને પગલે બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. 


બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા અઠવાડિયા પૂર્વે હરામીનાળા વિસ્તારમાં અલગ અલગ સ્થળો પરથી 11 પાકિસ્તાની બોટ કબ્જે કરી હતી. ત્યાર બાદ હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં 6 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે, હરામીનાળું પાકિસ્તાન માટે ઘુસણખોરીનું હબ છે. આ ઉપરાંત અહીંથી જ ડ્રગ્સ અને અન્ય માદક પદાર્થોની મોટા પાયે તસ્કરી થતી હોવાનું માનવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube