જય પટેલ, વલસાડ: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ગત મોડી સાંજ ફરી બેટિંગ શરૂ કરી હતી. જેના કારણે શહેરના કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. વલસાડ જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે વાપીની બિલ ખાડી ઓવર ફલો થઈ છે. જેના કારણે બિલ ખાડીના પાણી વાપીની અનેક સોસાયટીમા ભરાયાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- જામનગર: રંગમતી નદીના પટમાં ઐતિહાસિક લોકમેળાની તૈયારી થઇ શરૂ


હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ ગઇકાલ સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ગત મોડી સાંજ ફરી બેટિંગ શરૂ કરી હતી કે, આખી રાત ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે વલસાડ જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 12 કલાકમાં વલસાડ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદના આંકડા આ મુજબ છે. જેમાં ઉમરગામ તાલુકામાં 3.85 ઈંચ, કપરાડા તાલુકામાં 8.46 ઈંચ, ધરમપુર તાલુકામાં 7.67 ઈંચ, પારડી તાલુકામાં 5.62 ઈંચ, વલસાડ તાલુકામાં 8.22 ઈંચ અને વાપી તાલુકામાં 7.59 ઈંચ વરસાદ નોંધાયો છે.


[[{"fid":"223410","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


(મધુબન ડેમમાં પાણીની આવકમા વધારો)


વધુમાં વાંચો:- એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર ગુજરાતની સરિતા ગાયકવાડે પોલેન્ડમાં કરી કમાલ


આમ 12 કલાકમાં સૌથી વધારે કપરાડા તાલુકા 8.46 ઈંચ વરસાદ પડ્યો છે. તો બીજી તરફ મધુબન ડેમમાં પાણીની આવકમા વધારો થઇ રહ્યો છે. જેના કારણે હાલ મધુબન ડેમની સપાટી 72.10 પહોંચી ગઇ છે. જો કે, મધુબન ડેમમાં 73.067 ક્યૂસેક પાણીની આવક થઇ છે. તો તેની સામે 15,780 ક્યૂસેક પાણીના જાવક કરવામાં આવી છે. ત્યારે મધુબન ડેમના 3 દરવાજા 1.30 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે. આમ મધુબન ડેમમાં આવતા ઉપરવાસના પાણી પર પણ વહિવટી તંત્ર નરજ રાખીને બેઠું છે.


વધુમાં વાંચો:- જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસ-ભાજપમાં ભડકો, મોટા ભાગના NCPમાં જોડાયા


તો બીજી તરફ વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે વાપીની બિલ ખાડી ઓવર ફ્લો થઇ રહી છે. જેના કારણે બિલ ખાડીના પાણી વાપીની અનેક સોસાયટીઓમાં ભરાઇ ગયા છે. વાપીના છરવાડા, ગુંજન જેવા વિસ્તારોમાં બિલ ખાડીના પાણી ભરાઇ ગયા છે. તો વાપીના ઝંડા ચોક વિસ્તારમાં પણ પાણી ભરાઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...