મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં માત્ર 12 રૂપિયામાં મળ્યું મોત, ક્યા ખબર હતી કે આ જિંદગીની છેલ્લી ટિકીટ હશે!
ગુજરાત માટે આજે ગોઝારો દિવસ સાબિત થયો છે. રાજ્યના મોરબીમાં આવેલો ઝુલતો પુલ ધરાશાથી થતાં 91 જેટલા લોકોના મોત થયા છે. આ બ્રિજ રિનોવેશનની કામગીરી બાદ નવા વર્ષના દિવસે શરૂ કરવામાં આવ્યો હતો. આજે અહીં અચાનક ક્ષમતા કરતા વધુ લોકો પહોંચી જતા બ્રિજ તૂટી પડ્યો હતો.
મોરબીઃ કહેવાય છે કે ક્યારેક મજાની સજા મળે છે. પરંતુ જ્યારે મજાની સજા મોત હોય તો સ્થિતિ બહુ ગંભીર બની જાય છે. મોરબીમાં આજે આવું જ થયું. જ્યાં હસી-ખુશીથી ઝુલતા પુલ પર ફરવા પહોંચેલા લોકોને ક્યાં ખરબ હતી કે આ જીવનની છેલ્લી ટ્રીપ બની જશે. સાંજે લોકો 12 રૂપિયાની ટિકિટ ખરીદી મોરબીના ઝુલતા પુલને જોવા માટે પહોંચ્યા હતા. આ પુલની કેપિસિટી 100 જેટલી છે, પરંતુ આજે રજાનો દિવસ હોવાને કારણે 400-500 લોકો બ્રિજ પર ભેગા થઈ ગયા અને બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં 91 જેટલા લોકોના મોત થયા છે.
ઝુલતા પુલે લીધા 91 જેટલા લોકોના મોત
મોરબીમાં આવેલો ઝુલતો પુલ શહેરનું ગૌરવ છે. આ પુલ સમારકામ માટે સાત મહિના બંધ રહ્યો હતો અને નવા વર્ષના દિવસે ફરી તેને ખોલવામાં આવ્યો હતો. આજે રવિવાર હોવાને કારણે સાંજે મોટી સંખ્યામાં લોકો ફરવા માટે પહોંચ્યા હતા. પરંતુ અચાનક દુર્ઘટના સર્જાય અને પુલ તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં 90થી વધુ લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકોને ઈજા પહોંચી છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. કેટલાક મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો મોરબી પહોંચી ગયા છે. ઈજાગ્રસ્તોને રાજકોટ અને મોરબીની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
માત્ર 12 રૂપિયામાં મળ્યું મોત
મોરબીમાં આવેલા આ ઝુલતા પુલ પર જવા માટેની ટિકિટ 12 રૂપિયા હતી. આજે અનેક લોકો આ ટિકિટ ખરીદીને પુલ પર ફરવા માટે પહોંચ્યા હતા. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ 12 રૂપિયાની ટિકિટ બ્રિજ ફરવાની નહીં પરંતુ મોતની ટિકિટ છે. અહીં અચાનક બ્રિજની કેપિસિટી કરતા વધુ લોકો પહોંચી ગયા અને બ્રિજ તૂટી પડ્યો હતો. જેના કારણે 90થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
[[{"fid":"408636","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
બ્રિજનું દેખરેખ કરતા ટ્રસ્ટની બેદરકારી!
આ બ્રિજમાં જવા માટે ટિકિટ લેવામાં આવે છે. ત્યાં ધ્યાન રાખવા માટે સિક્યોરિટી ગાર્ડ પણ હોય છે. ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે જો બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો આવ્યા હોય તો આટલા બધા લોકોને બ્રિજ પર જવાની મંજૂરી કોણે આપી. શું ટિકિટ આપવા સમયે ખબર નહોતી કે કેપિસિટી કરતા વધુ લોકો આવી ગયા છે. આટલા બધા લોકોને ઝુલતા પુલ પર જતા રોકવામાં આવ્યા કે નહીં. આ એક બેદરકારીને કારણે આજે ઘણા પરિવાર વેરવિખેર થઈ ગયા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ ઉભો કરાયો
મોરબીનો ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. રાજકોટમાં 300થી વધારે ડોક્ટરોને સ્ટેન્ડ બાયનો આદેશ અપાયો છે. રાજકોટનું જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. પોલીસ જવાનો અને રેવન્યૂ સ્ટાફને પણ મોરબી જવાનો આદેશ અપાયો છે.
આ પણ વાંચોઃ એક નાનકડાં બાળકે મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો ત્યારની હકીકત જણાવી, VIDEO જોઈ રડી પડશો!
ચીફ ઓફિસ સંદિપસિંહ ઝાલાનો મોટો ઘટસ્ફોટ
મોરબી પાલિકાના ચીફ ઓફિસર સાથે ઝી 24 કલાકે વાત કરી હતી. ત્યારે નગર પાલિકાના ચીફ ઓફિસ સંદિપસિંહ ઝાલાનો મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અમને જાણ કર્યા વગર પુલ ખુલ્લો મુકી દેવાયો હતો. ફિટનેસ સર્ટિફિકેટ વગર જ પુલ શરૂ કરી દીધો હતો. મંજૂરી વગર જ દિવાળીના તહેવારોમાં પુલ શરૂ કરી દીધો હતો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube