ગુજરાતમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરીક્ષા
રાજ્યભરમાં આવતીકાલે ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ 2019 લેવામાં આવશે. જેમાં રાજ્યભરમાંથી 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે આ તમામ વિદ્યાર્થિઓની હોલ ટિકિટની કોપી ઓનલાઇન મુકવામાં આવશે
અતૃલ તિવારી, અમદાવાદ: રાજ્યભરમાં આવતીકાલે ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ 2019 લેવામાં આવશે. જેમાં રાજ્યભરમાંથી 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે આ તમામ વિદ્યાર્થિઓની હોલ ટિકિટની કોપી ઓનલાઇન મુકવામાં આવશે. જેને લઇ પરિક્ષા પહેલા હોલ ટિકિટ ડાઉનલોડ કરવી તમામ વિદ્યાર્થીઓ માટે ફરજીયાત રહેશે.
વધુમાં વાંચો: હવામાન વિભાગે કરી રેડ એલર્ટની આગાહી, સરકારી શાળાઓના સમયમાં કરાયો ફેરફાર
આવતી કાલથી રાજ્યભરમાં ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ 2019 લેવામાં આવશે. જેમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવા માટે ગુજકેટની પરીક્ષા આપવી જરૂરી રહેશે. જ્યારે ધોરણ 12 સાયન્સ ગ્રુપ A, B અને ગ્રુપ ABમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ગુજસેટની પરીક્ષા આપશે. આવતી કાલે રાજ્યભરમાંથી કુલ 1,34,846 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
વધુમાં વાંચો: ચૂંટણીનો થાક ઉતારવા ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તા આબુ ઉપડ્યા
ગ્રુપ A (ગણિત)માં 56,913, ગ્રુપ B (જીવવિજ્ઞાન)માં 77478 અને ગ્રુપ AB (ગણિત + જીવવિજ્ઞાન)માં 455 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે ભૌતિક વિજ્ઞાન અને રાસાયણ વિજ્ઞાનની પરીક્ષાનો સમય સવારે 10થી 12 વાગ્યાનો રહેશે. તો જીવવિજ્ઞાનની પરીક્ષાનો સમય બપોરે 1થી 2 વાગ્યાનો રહેશે. ગણિતની પરીક્ષાનો સમય બપોર 2થી 3 વાગ્યા સુધીનો રહેશે. ત્યારે આ તમામ વિદ્યાર્થીઓ માટે પરિક્ષાની હોલ ટિકિટ ઓનલાઇન મુકવામાં આવી છે. જ્યાં પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ ડાઉનલોડ કરવી ફરજીયાત રહેશે.