ઝી બ્યુરો/મોરબી: નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતર્ક બની છે. જૂનાગઢ અને વલસાડમાં અઢી હજાર કિલોથી પણ વધારે નકલી ઘી પકડાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જૂનાગઢમાંથી 2100 કિલો અને વલસાડમાંથી 533 કિલો નકલી ઘી પકડ્યું હતું. જૂનાગઢ અને વલસાડમાં ઘી બનાવતી પેઢીઓ ખાતે તપાસ હાથ ધરાતા કુલ રૂ. 10.34 લાખની કિંમતનો 2633 કિ.ગ્રા. ભેળશેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી ગુજરાતીઓ ચિંતામાં! આજે બપોર સુધીમાં અત્યંત ભીષણ ચક્રવાતમાં ફેરવાશે વાવોઝોડું તેજ


આ ઘટના સંદર્ભે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં રાજ્યના નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત સતર્ક છે. તાજેતરમાં જ જૂનાગઢ ખાતે મે. જય ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ હાથ ધરતા આશરે રૂ. ૭ લાખની કિંમતનો ૨૧૦૦ કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 


હાર્ટ એટેકની વધતી ઘટનાથી ખેલૈયાઓ ચિંતામાં! ગરબા રમ્યા બાદ મહિલાનું હૃદય બંધ પડ્યું!


આ ઉપરાંત વલસાડ ખાતે પણ મે. ચરણામૃત ડેરી અને મે. જશનાથ ટ્રેડર્સ ખાતે તપાસ હાથ ધરાતા રૂ. ૩.૩૪ લાખની કિંમતનો આશરે ૫૩૩ કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બંને મળી રાજ્યમાં કુલ રૂ. ૧૦.૩૪ લાખની કિંમતનો ૨૬૩૩ કિલોગ્રામ ભેળશેળયુક્ત ઘીનો જથ્થો ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા જપ્ત કરાયો છે.


Navratri 2023: આજે આઠમું નોરતું, આજના દિવસે આ રીતે કરો માતા મહાગૌરીની પૂજા


તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રને ઘીમાં ભેળશેળ કરતા હોવાની મળેલી બાતમીના આધારે ગાંધીનગર વડી કચેરી તેમજ જૂનાગઢ વર્તુળ કચેરી દ્વારા સંયુક્ત રીતે જૂનાગઢની મે. જય ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ ખાતે સફળ રેડ કરી શંકાસ્પદ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. પેઢીના માલિક કમલેશકુમાર સોઢા વગર પરવાને ઘી બનાવી વેચવાનો ગેરકાયદેસર ધંધો કરતા હતા. તપાસ દરમ્યાન શંકાસ્પદ “અમુલ ઘી” તથા “કૃષ્ણા ઘી”ના ૧૫ કિગ્રા પેકિંગમાં જથ્થો જોવા મળ્યો હતો, જેનું બીલ રજૂ કર્યું ન હતું પરંતુ નિવેદનથી આ ઘી તેઓ મે. જી.પી.એસ. ઓઇલ ઇન્‍ડસ્ટ્રીઝ-મુંબઈથી વગર બીલે ખરીદ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.


ભારતને દોહરાવવી પડશે 20 વર્ષ જૂની કહાની, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જીત માટે બદલવો પડશે ઈતિ