Ahmedabad: એપ્રિલના 19 દિવસમાં 30 હજારથી વધુ નવા કેસ નોંધાયા, આંકડો 1 લાખને પાર
એપ્રિલ મહિનાના 19 દિવસમાં જ 30 હજારથી વધુ કેસ નોંધાયા છે. તો ગત વર્ષે 250 દિવસમાં કોરોનાના દર્દીઓ સંખ્યા 50 હજારને પાર પહોંચી હતી, જ્યારે આ વર્ષે આ સંખ્યા માત્ર 140 દિવસમાં જ થઇ ચૂકી છે.
અમદાવાદ: કોરોનાની બીજી લહેર સમગ્ર ગુજરાતમાં પ્રસરી રહી છે. તો બીજી તરફ રાજ્યના મહાનગર અમદાવાદની સ્થિતિ સૌથી ખરાબ છે. ગુજરતામાં દરરોજ કેસમાં વધારો થતો જાય છે. સોમવારે આ આંકડો 11 હજારને પાર પહોંચી ગયો હતો. જેમાં 4 હજાર નવા કેસ માત્ર અમદાવાદામાંથી નોંધાયા હતા. આ પ્રકારે અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખને પાર કરી ગઇ છે. જ્યારે 2600થી લોકોના મોત થયા છે.
અમદાવાદ માટે સૌથી ડરામણો આંકડો આ મહિને આવ્યો છે. એપ્રિલ મહિનાના 19 દિવસમાં જ 30 હજારથી વધુ કેસ નોંધાયા છે. તો ગત વર્ષે 250 દિવસમાં કોરોનાના દર્દીઓ સંખ્યા 50 હજારને પાર પહોંચી હતી, જ્યારે આ વર્ષે આ સંખ્યા માત્ર 140 દિવસમાં જ થઇ ચૂકી છે.
ફ્રન્ટલાઇન વોરિયર્સ માટે પાર્થિવ પટેલ, ઇરફાન પઠાણ સહિતના દિગ્ગજો ચલાવશે ખાસ અભિયાન
બીજી તરફ મૃત્યુંદરના મામલે અમદાવાદ દેશના મુખ્ય શહેરોમાં પ્રથમ સ્થાને છે. અહીં મૃતકોની સંખ્યા લગભગ 2.60 ટકા છે. 2.20 ટકા સાથે મુંબઇ બીજા સ્થાન પર છે. દિલ્હીની સાથે-સાથે ચેન્નઇમાં પણ મૃતકોની સંખ્યા 2 ટકાથી નીચે છે. હાલ અમદાવાદમાં કોરોના લીધે દરરોજ 20થી વધુ મોત થાય છે. આ મોતનો આંકડો સત્તાવાર છે, જ્યારે કોરોના પ્રોટોકોલ અંતગર્ત દરરોજ 100થી વધુ દર્દીઓના અંતિમ સંસ્કાર થાય છે.
કોરોનાના વધતા જતા સંક્રમણના લીધે 1200 બેડ ધરાવતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ હાલત એવી છે કે કલ્પના પણ ન કરી શકાય. હોસ્પિટલમાં તમામ બેડ ફૂલ છે. શહેરની તમામ હોસ્પિટલો ભરાઇ જતાં દર્દીઓને બીજે ક્યાંય શિફ્ટ કરી શકાતા નથી. તેના લીધે હવે ગુજરાત યૂનિવર્સિટી કોમ્યુનિટિ હોલમાં એક અસ્થાયી હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે, જ્યાં એક અઠવાડિયામાં 900 બેડની વ્યવસ્થા કરવામાં આવશે.
વિદ્યાર્થી- શિક્ષકોને ભેટ, હવે સ્કૂલ ID બતાવી સસ્તા ભાવે ખરી શકશો આ Samsung Tab
સોલા સિવિલ ખાતે દર્દીઓ માટે હેલ્પ લાઇને ડેસ્ક શરૂ
સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સ્વજનોની સુવિધા માટે કંટ્રોલ રુમ અને હેલ્પડેસ્ક કાર્યરત કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ દર્દીઓના સ્વજનોને જરુરી સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવા તાકીદ કરી છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટમાં દર્દીઓની સુવિધા માટે કંટ્રોલ રુમ અને હેલ્પડેસ્ક કાર્યરત કરવામાં આવ્યા છે.
19 એપ્રિલ- 4207
18 એપ્રિલ- 3641
17 એપ્રિલ- 3241
16 એપ્રિલ- 2842
15 એપ્રિલ- 2631
14 એપ્રિલ- 2491
13 એપ્રિલ- 2251
12 એપ્રિલ- 1907
11 એપ્રિલ-1504
10 એપ્રિલ- 1409
9 એપ્રિલ- 1296
8 એપ્રિલ- 951
7 એપ્રિલ- 804
6 એપ્રિલ- 798
5 એપ્રિલ- 773
4 એપ્રિલ- 664
3 એપ્રિલ- 646
2 એપ્રિલ- 621
1 એપ્રિલ- 613
ગુજરાતમાં યુદ્ધનાં ધોરણે જોડાશે 150 નવી એમ્બ્યુલન્સ
ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વધારે વિકટ બનતી જઇ રહી છે. તેવામાં સરકાર દ્વારા અલગ અલગ પગલા ઉઠાવાઇ રહ્યા છે. જેના અનુસંધાને હવે હોસ્પિટલો બાદ એમ્બ્યુલન્સની સુવિધા સુધારવા માટે સરકાર દ્વારા બીજો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અંતર્ગત કોરોનાકાળમાં દર્દીઓની સેવા માટે નવી 150 એમ્બ્યુલન્સ તાત્કાલિક ખરીદવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટથી સમસ્તીપુર વચ્ચે દોડાવાશે વિશેષ ટ્રેન, કન્ફોર્મ ટિકિટવાળા મુસાફરો જ કરી શકશે સફર
ગુજરાતની સ્થિતિ
ગત 24 કલાકમાં રાજ્યમાં 11,403 નવા કોરોનાના કેસ નોંધાયા. જ્યારે 4179 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 3,41,724 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ ઘટીને 82.15 ટકાએ પહોંચ્યો છે.
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 68754 એક્ટિવ કેસ છે. જ્યારે 341 લોકો વેન્ટિલેટર પર છે. 68413 લોકો સ્ટેબલ છે. 341724 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 5494 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 117 લોકોનાં મોત નિપજ્યાં છે.
જેમાં સુરત કોર્પોરેશનમાં 28, અમદાવાદ કોર્પોરેશન 23, વડોદરા કોર્પોરેશન 8, રાજકોટ કોર્પોરેશન 7, સુરેન્દ્રનગર 6, જામનગર કોર્પોરેશ 4, ભરૂચ 3, જામનગર, મોરબી, રાજકોટ, વડોદરામાં 3-3 અને બનાસકાંઠા, ભાવનગર, છોટાઉદેપુર, ડાંગ, દેવભુમિ દ્વારકા, ગાંધીનગર, મહેસાણા અને સુરતમાં 2-2 કેસ આવ્યા છે. આ ઉપરાંત અમરેલી, આણંદ, અરવલ્લી, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, ગાંધીનગર કોર્પોરેશન, જૂનાગઢ, પંચમહાલ, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં 1-1 સહિત કુલ 117 લોકોનાં મોત નિપજ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube