• હાર સ્વીકારીને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ કહ્યું કે, જનતાએ જે જનાદેશ આપ્યો તે સ્વીકાર છે. ભાજપ સત્તામાં હોઈ પાવરનો ઉપયોગ કરી જીત મેળવી છે. કોરોના કાળમાં ચૂંટણી યોજવી અયોગ્ય હતું


જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણી (Morva Hadaf) ની મત ગણતરી પૂર્ણ થવાની અણીએ છે. 16 રાઉન્ડના અંતે પેટાચૂંટણી (Byelection) માં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર આગળ ચાલી રહ્યાં છે. જોકે, શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યું હતું. 22 રાઉન્ડના અંતે 39,409 મતની ભાજપને લીડ મળી છે. ત્યારે ભાજપના ઉમેદવાર નિમિષા સુથારની જીત લગભગ નિશ્ચિત છે. તો બીજી તરફ, હાર ભાળી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ મેદાન છોડ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના ઉમેદવાર નિમિષા સુથાર વિજય ભણી
મોરવા હડફ પેટાચૂંટણીમં ભાજપના ઉમેદવાર નિમિષા સુથાર વિજય તરફ આગળ વધી રહ્યાં છે. જોકે, હજી સત્તાવાર જાહેરાત બાકી છે. 16 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. હવે માત્ર 8 રાઉન્ડની મત ગણતરી બાકી છે. ૬૨૯૫૩ મતની ગણતરી પૂર્ણ થઈ છે, જેમાં નિમિષા સુથાર આગળ ચાલી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, મોરવા હડફની પેટાચૂંટણીમાં ૯૩૩૬૬ મતદારોએ મતદાન કર્યું હતું. હજી ૩૦૪૧૩ મતની ગણતરી બાકી છે. 


આ પણ વાંચો : ગુજરાતના આ ખોબા જેવડા ગામમાં નથી નોંધાયો કોરોનાનો એક પણ કેસ


કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારી 
પેટાચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત છે. તો આ જાણી જતા કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ મેદાન છોડ્યું હતું. મતગણતરી કેન્દ્રની બહાર સુરેશ કટારાએ પોતાની હાર સ્વીકારી હતી. હાર સ્વીકારીને તેમણે કહ્યું કે, જનતાએ જે જનાદેશ આપ્યો તે સ્વીકાર છે. ભાજપ સત્તામાં હોઈ પાવરનો ઉપયોગ કરી જીત મેળવી છે. કોરોના કાળમાં ચૂંટણી યોજવી અયોગ્ય હતું. 


આ પણ વાંચો : ગ્લુકોઝ અને મીઠું મિક્સ કરીને બનાવાતું રેમડેસિવિર ઈન્જેક્શન, સુરતના ફાર્મહાઉસમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ


કોરોનાને કારણે ગાયબ રહ્યા સમર્થકો
મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણીની મત ગણતરીમાં કોરોનાનું ગ્રહણ જોવા મળ્યું હતું. દર વખતે હજારોની સંખ્યામાં દેખાતા સમર્થકો આજે ગાયબ જોવા મળ્યા હતા. મતગણતરી કેન્દ્રનું મેદાન સાવ ખાલીખમ જોવા મળ્યું હતું. ચુસ્તપણે કોરોના ગાઇડલાઈનનો અમલ કરાવવામાં આવ્યો હતો. અગાઉની ચૂંટણી મતગણતરી ટાણે હજારો સમર્થકોથી ઉભરાતો મત ગણતરી બહારનો વિસ્તાર હાલ સુમસામ ભાસી રહ્યો હતો. કોરોનાના ગ્રહણને લઈ ઉમેદવારના સમર્થકોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો.


આ પણ વાંચો : અસલી અને નકલી રેમડેસિવિર ઈન્જેક્શનને આ રીખે જાતે જ ઓળખો, માત્ર એક નિશાનનો છે તફાવત