• અનેક નેતાઓ જે નિમિષાબેન સાથે ચૂંટણી પ્રચારમાં ફર્યા હતા  તેઓ પણ અગાઉ પોઝિટિવ આવ્યા હતા. તો શું નિમિષાબેન સુથાર સુપર સ્પ્રેડર સાબિત થશેવ


જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :બે દિવસ પહેલા જ મોરવા હડફ પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. વિવાદ અને ચૂંટણી રદ કરવાની માંગણી વચ્ચે આ પેટાચૂંટણી યોજાઈ હતી. જોકે, મતદાનના બે દિવસ બાદ જ મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણીના ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર કોરોના સંક્રમિત થયા છે. નિમિષાબેન સુથારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સામાન્ય લક્ષણો સાથે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ નિમિષાબેન હોમ આઇસોલેટ થયા છે. પેટાચૂંટણી માટે અનેક સભાઓ અને પ્રચારમાં જોડાયા બાદ હવે રિપોર્ટ કરાવ્યો હતો. ત્યારે ચૂંટણી બાદ રિપોર્ટ કરાવવો કેટલો યોગ્ય કહેવાય. અનેક નેતાઓ જે નિમિષાબેન સાથે ચૂંટણી પ્રચારમાં ફર્યા હતા  તેઓ પણ અગાઉ પોઝિટિવ આવ્યા હતા. તો શું નિમિષાબેન સુથાર સુપર સ્પ્રેડર સાબિત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરવા હડફ પેટાચૂંટણી અને ગાંધીનગર પાલિકાની ચૂંટણી રદ કરવા સ્થાનિક સ્તરે માંગ ઉઠી હતી. પરંતુ માત્ર ગાંધીનગરની જ ચૂંટણી રદ કરવામાં આવી હતી. મોરવા હડફની પેટાચૂંટણીમાં નેતાઓએ બિન્દાસ્ત થઈને ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ પેટાચૂંટણીમાં ગુજરાતના અન્ય શહેરોમાંથી પ્રચાર અર્થે ગયેલા નેતાઓ પણ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે નિમિષાબેન તો મુખ્ય ઉમેદવાર હતા. વોટ માંગવા તેઓ મોરવા હડફની ગલીએ ગલીએ ફર્યા હતા, ત્યારે હવે તેઓ કેવા સુપરસ્પ્રેડર સાબિત થાય તે તો હવે માલૂમ પડશે.