હિતલ પારેખ/ગાંધીનગર :પંચમહાલના મોરવા-હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું સભ્યપદ કેન્સલ કરાયું છે. ભૂપેન્દ્ર સિંહ ખાંટ મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય હતા. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જાતિના પ્રમાણપત્રના આધારે કોર્ટના ચુકાદા બદા તેમને સસ્પેન્ડ કર્યાં છે. આ બેઠક જનજાતિ માટે અનામત છે. તેમણે જે પ્રમાણપત્ર રજૂ કર્યું હતું તે ખોટું હતું. તેથી તેને લઈને અધ્યક્ષે આ કાર્યવાહી કરી છે. ભૂપેન્દ્રસિંહ ખાંટ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી અપક્ષ ચૂંટાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે વિધાનસભાના અધ્યક્ષે મીડિયા સંબોધનમાં કહ્યું કે, રાજ્યપાલ પાસે આ અંગે પિટીશન કરવામાં આવી હતી, કે જાતિનું પ્રમાણપત્ર શિડ્યુકાસ્ટની સીટ પર ચાલે એમ નથી. આ અંગે ઈલેક્શન કમિશનનો અભિપ્રાય પણ સામેલ કરાયો હતો. તેથી ગઈકાલે રાજ્યપાલે આ હુકમ મારી પાસે મોકલ્યો હતો. ભૂપેન્દ્રસિંહનું ડિસ્ક્વોલિફીકેશન થાય છે. હવે મોરવાહડફની બેઠક ખાલી પડીની જાહેરાત કરી છે.


આ પણ વાંચો : ભાજપના ભૂપેન્દ્રસિંહ સામે લટકતી તલવાર 


ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ જાણો એક ક્લિક પર
.