પંચમહાલ/જયેન્દ્ર ભોઈ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુરી થયા બાદ હવે તમામ ઉમેદવારો અને નેતાઓ હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ટીમલીના તાલે મન મૂકીને ઝુમતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નિમિષાબેન સ્થાનિક મહિલાઓ સાથે ડીજેના સથવારે ટીમલીના તાલે ઝૂમતા જોવા મળ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિમિષાબેન સુથાર વિજેતા થયા બાદ પોતાના વિસ્તારમાં આભાર દર્શન કાર્યક્રમ દરમ્યાન હળવા મૂડમાં જોવા મળ્યા છે. આભાર દર્શન કાર્યક્રમ ટાણે નિમિષાબેન સુથાર ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ સાથે તાલ મેળવી ઉત્સાહ સાથે ઝૂમતા હોય એવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. નિમિષાબેન સુથારના આ સાદગી અને મળતાવડા સ્વભાવને લઈ મોરવા હડફ વિધાનસભામાં મહિલાઓ જબરદસ્ત સમર્થન કરી રહી છે.



આ વિધાનસભા ચૂંટણીમાં મોરવા હડફ બેઠકમાં પુરુષ મતદારો કરતાં મહિલાઓ મોખરે રહી છે. પુરુષ મતદારની સરખામણી એ 5164 મહિલાઓએ વધુ મતદાન કર્યુ છે.  


મહત્વનું છે કે, મોરવા હડફ બેઠક પર ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર જંગી મતોથી વિજયી થયા હતા. આ બેઠક પર પુરુષ કરતા મહિલા મતદારોએ વધુ મતદાન કર્યુ હતુ. ત્યારે હવે નિમિષાબેન સુથારનો મહિલાઓ સાથે ડાંસ કરતો વીડિયો વાયરલ થયો છે.