સુરત :દક્ષિણ ગુજરાતમાં મેઘમંડાણ થયા છે. એમ કહો કે, દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને મેઘ વરસી રહ્યાં છે. ડાંગમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે, તો પૂર્ણા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ થઈ છે. કોતરોમાં ફરી વહેણા વહેતા થયા છે. તો વલસાડમાં બીજા દિવસે વરસાદી માહોલ છે. સુરતના ઓલપાડ તાલુકામાં મેઘ મહેર થયુ છે, કીમમાં વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયાછે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાંગ તાલુકાના પૂર્વીય વિસ્તારમાં વરસાદે ધમાકેદાર શરૂઆત કરી છે. વણઝારઘોડી ગામ પાસે પસાર થતી પૂર્ણા નદીમાં ઘોડાપુર આવતા લોકોમાં અચાનક આશ્ચર્ય ફેલાયું હતું. અચાનક ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદને કારણે નદીના કેચમેન્ટ વિસ્તારમાં ચાલતા કોઝવે અને પુલની કામગીરી ખોરંભે ચડી હતી. પૂર્ણા નદી સહિત કોતરોમાં વરસાદના નવા નીર વહેતા જોવા મળ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે સુબિર તાલુકાના પાદલખડી ગામના પશુપાલક શિવદાશભાઈ ભોયેના પશુધન ઉપર આકાશી વીજળી પડવાથી, તેમના એક પાડાનુ મૃત્યુ નોંધાયુ છે. જ્યારે એક પાડો સારવાર હેઠળ રાખવામા આવ્યો છે.


આ પણ વાંચો : અમીરગઢ હાઈવે પર ટ્રકને વિચિત્ર અકસ્માત, પુલ પરથી પડતા બે ટુકડા થઈ ગયા 


તો સુરતના ઓલપાડ તાલુકામાં મેઘ મહેર થતા કિમમાં વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. પહેલા વરસાદે જ પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી છે. રોડની સાથે સાથે રેલવે સ્ટેશન પર પાણી ભરાયા છે. ઘણા વિસ્તારોમાં વીજળી ગૂલ થતાં લોકો પરેસાન થયા છે. તો પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અને ઘોઘંબા પંથકમાં રાત્રિ દરમિયાન મેઘરાજાનું ધમાકેદાર આગમન થયુ છે. જાંબુઘોડા તાલુકામાં 8 મીમી અને ઘોઘંબા તાલુકામાં 7 મીમી વરસાદ નોંધાયો છે. શનિવારે દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને ગરમીના વાતાવરણ બાદ મોડી રાત્રે જોરદાર પવન ફૂંકાયો હતો.


આ પણ વાંચો : પહેલા વરસાદમાં સાપુતારામાં ST બસને અકસ્માત, 50 મુસાફરોથી ભરેલી બસ પલટી ગઈ


આજે પણ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને તાપીમાં વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરાઈ છે. ડાગ સહિતના કેટલાક વિસ્તારમાં આજે વરસાદ પડી શકે છે. અપડેટ મુજબ, 4 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. શનિવારે રાજ્યના 17 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના ગીર ગઢડામાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો.