ઝી બ્યુરો/અમદાવાદ: ચોમાસાની સિઝનમાં અમદાવાદમાં રોગચાળો સતત વકરી રહ્યો છે. સ્માર્ટ સિટીમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માછું ઉંચક્યું છે. ઓગસ્ટ મહિનાના 5 દિવસમાં જ મચ્છરજન્ય રોગના કેસમાં ઉછાળો આવ્યો છે. ઓગસ્ટની શરૂઆતમાં જ ઝેરી મેલેરિયાના 2, ડેન્ગ્યુના 83, સાદા મેલેરિયાના 24 અને ચિકનગુનિયાના 9 કેસ નોંધાયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છનું મુંદ્રા બંદર ફરી ચર્ચામાં! 10 કરોડનું મળ્યું કોકેન, આ રીતે છુપાવ્યું હતું


જો વાત કરીએ તો જામન્યુઆરીથી ઓગસ્ટ મહિના સુધીમાં સાદા મેલેરિયાના 384, ઝેરી મેલેરિયાના 22, ડેન્ગ્યુના 464 અને ચિકનગુનિયાના 21 કેસ નોંધાયા. સતત વધી રહેલા રોગચાળાના કારણે આરોગ્ય વિભાગે શહેરના ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં મચ્છરના બ્રિડિંગ મામલે તપાસ હાથ ધરી છે. વિવિધ ઝોનમાં 100થી વધુ લોકેશન પર તપાસ કરવામાં આવી. મચ્છરોના ઉપદ્રવ મામલે કાર્યવાહીમાં અત્યાર સુધી કુલ 85 લાખથી વધુ દંડ વસુલવામાં આવ્યો. મચ્છરની સાથે પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે.


રાહુલ ગાંધી ગુજરાતથી શરૂ કરશે ભારત જોડો યાત્રા 2.0, મેઘાલય સુધી કરશે સફર


ચાલુ મહિનામાં ઝાડા-ઉલટીના 255 કેસ, કમળાના 28 કેસ, ટાઈફોઈડના 114 અને કોલેરાના 8 કેસ નોંધાયા. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ઝોડા-ઉલટીના 4 હજાર 388, કમળાના 971, ટાઈફોઈડના 2 હજાર 286 અને કોલેરાના 24 કેસ નોંધાયા. મોટા ભાગના પાણીજન્ય રોગના આંકડા પૂર્વ અને દક્ષિણ ઝોનના વિસ્તારોમાં જોવા મળ્યાં.


અમદાવાદીઓનું જે થવું હોય તે થાય પણ માનિતાઓને સાચવી રહી છે AMC, કોંગ્રેસ બગડી


ઉલ્લેખનીય છે કે, રાજ્યના શહેરો અને ગામડોઓમાં હાલ આંખ આવવાના કન્જક્ટીવાઈટીસ રોગ વકર્યો  છે. ત્યારે અમદાવાદમાં પણ આંખ આવવાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો શહેરમાં હાલ દરરોજના 1 હજારથી પણ વધુ કન્જક્ટીવાઈટીસના કેસ નોંધાઈ રહ્યા છે. જો અત્યાર સુધીના નોંધાયેલા કેસ ઉપર નજર કરવામાં આવે તો કન્જક્ટીવાઈટીસના 60 હજાર કેસ નોંધાઈ ચુક્યા છે. જેને લઈને અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગે 1 લાખ કરતા પણ વધારે આંખના ટીપાનું વિતરણ કર્યુ છે.


સાવધાન! USમાં ચાલે છે માનવ તસ્કરીનો મોટો કારોબાર,વડોદરાના હેરાલ્ડ ડિસોઝાએ ખોલ્યા રાજ