અર્પણ કાયદાવાલા/અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 750 કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મોડિકલ સાયન્સ એન્ડ રીસર્ચને દેશની સૌથી અત્યાધુનિક પબ્લિક હોસ્પિટલ છે. સામાન્ય લોકોને અત્યાધુનિક સુવિધાઓથી અને સારા તબીબો દ્વારા સારવાર મળી રહે તે માટે એએમસી દ્વારા ડિઝિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રથમ પેપરલેસ હોસ્પિટલનું નિર્ણાણ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


  • સરદાર પટેલ હોસ્પિટલ રૂ.750 કરોડના ખર્ચે તૈયાર થયેલી દેશની સૌથી અદ્યતન પબ્લિક હોસ્પિટલ બની રહેશે

  • આ હોસ્પિટલમાં નજીવા દરે સારામાં સારી સેવા આપવામાં આવશે

  • ઓટો રેસ્ક્યુ ડીવાઇસ સાથેની 20 હાઇ સ્પિડ પેશન્ટ લીફ્ટ 

  • ફાયર ઇવેક્યુએશન માટે ગ્રાઉન્ડ ફ્લોરથી 18માં માળ સુધીના 2 રેમ્પ અને કુલ આઠ સીડીઓ 

  • 32 ઓપરેશન થિયેટર્સ સાથે હાઇ ડેફીનેશન ટુ પે ઓડિયો વિઝ્યુઅલ સુવિધાથી જોડાયેલા 300 બેઠકોની ક્ષમતા  વાળુ હાઇટેક ઓડિટોરિયમ

  • 1400 કિ.મી.ના વાયરોનો થયો વપરાસ 

  • 6000 જેટલા નેટવર્ક પોઇન્ટ 

  • 600 જેટલા સીસીટીવી કેમેરા 

  • 2000 ટન ક્ષમતાનો એસી પ્લાન્ટનો કરાયો ઉપયોગ 

  • દેશના સૌથી અદ્યતન તબીબી સાધનોથી સજ્જ હોસ્પિટલ

  • 3 ટેસ્લા MRI મશીન, 128 સ્લાઈસ સિટી સ્કેન મશીન ની સુવિધા

  • પ્રોફેશનલ ઢબે સિક્યોરિટી વ્યવસ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે.

  • તમામ વિગતો પેપરલેસ પદ્ધતિથી કરવામાં આવશે.

  • રૂ.8 કરોડના ખર્ચે ડેટા સેન્ટર તૈયાર કરાયું

  • લોકાર્પણ થયાના બીજા જ દિવસ થી હોસ્પિટલ કાર્યરત થઈ જશે


વધુમાં વાંચો...ગુજરાતમાં દારૂની હેરાફેરીનો બુટલેગરનો નવતર પ્રયોગ, પોલીસ પણ અસમંજસમાં


મહત્વનું છે, કે ભારતની સૌથી અત્યાધુનિક હોસ્પિટલનું લોકાપર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. અને લોકાપર્ણ થયાને બીજા દિવસથી આ હોસ્પિટલ સામાન્ય લોકો માટે ખુલ્લી મુકી દેવામાં આવશે. ત્યારે નોધનિંય છે, કે આ હોસ્પિલ દ્વારા ડિઝિટલ ઇન્ડિયને આગળ વધારા માટે પેપર લેસ સીસ્ટમનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.