Navsari News : હવે વેકેશનનો માહોલ રહેશે એટલે ટ્રેનોમાં ભીડ રહેશે. આવા સમયે લોકો ભીડમાં પણ મુસાફરી કરવા મજબૂર બને છે. પરંતું આવા સમયે કેટલાક લોકો ટ્રેનના દરવાજા પર મુસાફરી કરતા હોય છે. ત્યારે ટ્રેનના દરવાજા પર મુસાફરી કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો ગુજરાતના નવસારી જિલ્લામાં બન્યો છે. ટ્રેનના દરવાજા પાસે બેઠેલા માતા પુત્ર ઉંઘમાં ચાલુ ટ્રેને નીચે પટકાયા હતા. જેમાં માતાનું મોત નિપજ્યું છે. ભીડમાં પત્ની અને પુત્ર ન દેખાતા પતિએ ટ્રેન થોભાવી હતી. જેમાં માલૂમ પડ્યું કે બંને નીચે પટકાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતથી વલસાડ જતી ગુજરાત ક્વીનમાં દરવાજા પાસે બેઠેલા માતા પુત્ર નવસારીના અંચેલી નજીક નીચે પટકાયા હતા. ઉંઘમાં ચાલુ ટ્રેને નીચે પટકાયેલા માતા પુત્રમાંથી માતાનું મોત, પુત્રની હાલત ગંભીર છે. વલસાડ ખાતે ફરજ બજાવતા કર્મચારી પરિવાર સાથે વતન બિહારથી પરત સુરત, અને ત્યાંથી ગુજરાત ક્વીનમાં વલસાડ આવી રહ્યો હતો. ગુજરાત ક્વીન ટ્રેનમાં ભીડ હોવાના કારણે પરિવાર દરવાજા પાસે બેઠો હતો. સામ સામેના દરવાજામાં એક તરફ માતા પુત્ર અને બીજા દરવાજા પાસે પિતા પુત્રી બેઠા હતા. પરંતું ટ્રેન સુરતથી ઉપડી બીલીમોરા પહોંચતા પતિને તેની પત્ની અને પુત્ર ગાયબ જણાયા હતા. આ માટે પતિ અને દીકરીએ ભાઈ અને માતાની શોધખોળ કરવા ટ્રેન થોભાવી હતી. પાછળના સ્ટેશનોએ તપાસ કરતા નવસારીના વેડછા અને અંચેલી વચ્ચે રેલવે ટ્રેક ઉપરથી માતા અને પુત્ર લોહીલુહાણ હાલતમાં મળ્યા હતા. 


અંબાલાલની ભયાનક આગાહી : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં કંઈક મોટું થશે


અકસ્માતમાં પિન્કીદેવી સતપાલ યાદવ (ઉંમર 28 વર્ષ) નું કરુણ મોત નિપજ્યુ હતું. જ્યારે પુત્રને ગંભીર હાલતમાં સુરત સિવિલ સારવાર માટે ખસેડાયો હતો. લાશની ઓળખ થયા બાદ તેમના પરિવારજનોને તેણીની લાશ સોંપવાની કામગીરી હાથ ધરી હતી. રેલવે પોલીસે અક્સ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. 


ઉલ્લેખનીય છે કે, નવસારીની હદમાં અવારનવાર રેલવેમાંથી મુસાફરો પડી જવાની અને અકસ્માતે મોત થવાની ઘટના બનતી રહી છે. ઘણીવાર તેની ઓળખ માટે પણ લાંબો સમય નીકળી જાય છે. જોકે, જો ટ્રેનના દરવાજા પર મુસાફરી કરવાથી આવા અકસ્માતો બની શકે છે. 


બોર્ડમાં સારા ટકા લાવવા એ વિદ્યાર્થીની ઈચ્છા નહિ, પણ માતાપિતાનું દબાણ હોય છે