રાજકોટ :રાજકોટ(Rajkot) માં આત્મહત્યા (Suicide) નો વિચિત્ર બનાવ બન્યો છે. ચાલીસ વર્ષની એક મહિલાએ પોતાના 24 વર્ષના માનસિક અસ્થિર પુત્ર સાથે ટ્રેન નીચે પડતુ મૂકીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનામાં માતા-પુત્ર બંનેના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. માતા અને પુત્ર બંનેએ બીમારીથી કંટાળીને આ પગલુ ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાર્થીઓની થઈ જીત : બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય


પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ મોરબી રોડ પર આવેલ બિલેશ્વર-રાજકોટ રુટ પર એક યુવક અને એક મહિલાએ રાજકોટ ટ્રેન નીચે પડતુ મૂક્યું હતું. બંનેના મોતને કારણે ટ્રેક પર અરેરાટી ફેલાઈ ગઈ હતી. ત્યારે એકસાથે બે મોત રેલવે પોલીસ પણ દોડતી થઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આ અકસ્માત નહિ પણ આત્મહત્યાનો મામલો છે. ગીતાબેન પરમાર અને તેમના જુવાનજોધ પુત્ર કેતન પરમારે ટ્રેન નીચે આવીને આત્મહત્યા કરી હતી. 


ધંધુકા નજીક એક જીવને બચાવવા જતાં બે વ્યક્તિઓના જીવ ગયા...


થોરાળાના રહેવાસી માતા-પુત્રએ બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોય તેવી શક્યતા છે. પોલીસને જાણવા મળ્યું કે, ગીતાબેનને સંતાનમાં બે પુત્રો છે. કેતન અને કૌશિક. જેમાં 24 વર્ષીય કેતન માનસિક બીમાર હતો. તો સાથે ગીતાબેને પણ બ્લડ પ્રેશર સહિતની કેટલીક બીમારી હતી. તો બીજો પુત્ર કૌશિક 18 વર્ષનો છે, જે કારખાનામાં નોકરી કરે છે. તો તેમના પતિ નાનજીભાઈ પરમાર છૂટક મજૂરી છે. ગઈકાલે સાંજે ઘરમાં કોઈ ન હતું ત્યારે ગીતાબેન પુત્ર કેતનને લઈને નીકળી ગયા હતા, અને આત્મહત્યાનું પગલુ ભર્યું હતું. આમ, એકસાથે બે સદસ્યોના મોતને કારણે પરમાર પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :