જમીનની સમસ્યા ન ઉકેલાતા માતા-પુત્રએ કેરોસીન શરીર પર છાંટી આઈટી ઓફિસ પહોંચ્યા
રાજકોટમાં આઈટી ઓફિસ ખાતે એક મહિલા અને તેનો પુત્ર આત્મવિલોપન કરવા પહોંચ્યા હતા. જોકે મહિલા અને તેનો પુત્ર આત્મવિલોપન કરે એ પહેલા જ બંન્નેની પોલીસે અટકાયત કરી. મહિલાએ પહેલા મેસેજ કરીને એવી ચીમકી આપી હતી કે, આઈટી ઓફિસ ખાતે તેઓ આત્મવિલોપન કરવાના છે. ચીમકી બાદ તેઓ કેરોસીન લઈને આઈટીની ઓફિસે પહોંચ્યા. પરંતુ મહિલાના મેસેજથી આઈટી ઓફિસ ખાતે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ તથા પોલીસકર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. જમીનના વિવાદમાં મહિલા અને તેના પુત્રએ આત્મવિલોપન કરવા પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
રક્ષિત પંડ્યા/રાજકોટ : રાજકોટમાં આઈટી ઓફિસ ખાતે એક મહિલા અને તેનો પુત્ર આત્મવિલોપન કરવા પહોંચ્યા હતા. જોકે મહિલા અને તેનો પુત્ર આત્મવિલોપન કરે એ પહેલા જ બંન્નેની પોલીસે અટકાયત કરી. મહિલાએ પહેલા મેસેજ કરીને એવી ચીમકી આપી હતી કે, આઈટી ઓફિસ ખાતે તેઓ આત્મવિલોપન કરવાના છે. ચીમકી બાદ તેઓ કેરોસીન લઈને આઈટીની ઓફિસે પહોંચ્યા. પરંતુ મહિલાના મેસેજથી આઈટી ઓફિસ ખાતે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ તથા પોલીસકર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. જમીનના વિવાદમાં મહિલા અને તેના પુત્રએ આત્મવિલોપન કરવા પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, 60 વર્ષના ગંગાબેન રાઠોડના 102 વર્ષના માતાની ગુંદાસરમાં જમીન આવેલી છે. ગંગાબેનનો આરોપ છે કે, તેમની ગુંદાસરની જમીનના બોગસ દસ્તાવેજ બન્યા છે. તેમના માતાના નામને ખોટી રીતે જોડી દેવાયું છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ મામલે વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરાતી ન હતી. જેથી તેઓ કંટાળી ગયા હતા. તેથી કંટાળેલા માતા-પુત્રએ આત્મવિલોપનનો રસ્તો અપનાવ્યો હતો. તેઓએ આઈટી ઓફિસ ખાતે અગાઉથી જાણ કરી હતી. તેથી તેઓ કેરોસીનના ડબલા લઈને જ આવ્યા હતા. રીક્ષામાંથી ઉતરતાના સમયે જ બંનેએ પોતાના શરીર પર કેરોસીન છાંટવાનું શરૂ કર્યું હતું. ત્યારે પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. અંતે બંનેની અટકાયત કરી પોલીસ મથકે લઇ જવાયા હતાં.