સુરત: હિમાચલ પ્રદેશથી ચરસ લાવી સુરતમાં વેચાણ કરતા નવસારી જલાલપોરના માતા પુત્રને ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી 235 ગ્રામ ચરસ નો જથ્થો મળી આવતા તેમના નવસારી જીલ્લા એલસીબીની સાથે તેમના ઘરે  રેઈડ કરતા વધુ 1560 ગ્રામ ચરસ સાથે મહિલાના પતિ અને બીજા પુત્રને પણ ઝડપી લીધા હતા. હિમાચલ પ્રદેશથી ચરસ લાવી પોતાના ઘરમાં છુપાવી સુરતના પોશ વિસ્તારમાં વેચતી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં ડ્રગ્સના વેચાણમાં થઇ રહેલા વધારા ના કારણે સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ હતી. પોલીસ સતત ચરસ અને ડ્રગ્સ વેંચતા પેડલરો પર બાજ નજર રાખી બેઠી હતી. દરમિયાન ક્રાઇમબ્રાન્ચ ને બાતમી મળી હતી કે વેસુ વિસ્તાર માં માતા પુત્ર મોપેડ પર ચરસ વેચવા ફરી રહ્યા છે. જે બાતમીના આધારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં ડુમસ રોડ લકઝરીયા ટ્રેડ હબ પાસેથી મોપેડ પર આવેલા 22 વર્ષીય ઉત્સવ રમેશભાઈ સાંગાણી અને પાછળ બેસેલી તેની માતા શાન્તાબેન ઉર્ફે શીતલને અટકાવી હતી. જેમની જડતી લેતા શાન્તાબેન ઉર્ફે શીતલના પર્સમાંથી રૂ.35,343 ની મત્તાનો 235 ગ્રામ ચરસનો જથ્થો મળ્યો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube