ઝી બ્યુરો, રાજકોટ: આજના આધુનિક યુગમાં મોટાભાગના લોકો મોબાઈલનો ઉપયોગ કર છે અને ઘણાં લોકો મોબાઈલમાં એટલા ખોવાઈ જાય છે કે તેઓ મોબાઈલ ફોનને તેમનાથી દૂર કરતા નથી અને તેમના હાથમાં ને હાથમાં મોબાઈલ ફોન લઇને ફરતા હોય છે. ત્યારે મોબાઈલની આ ટેવે અનેક લોકોના જીવ લીધા છે. આવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. મોબાઈલમાં વ્યસ્ત 17 વર્ષની છોકરીને માતાએ ઠપકો આપતા તેણીએ આપઘાત કરી લીધો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ જિલ્લાના જસદણમાં 17 વર્ષની એક છોકરીએ ઘરમાં જ એસિડ પી લીધો હતો. ત્યારબાદ તેને ગંભીર હાલતમાં સારવાર માટે જસદણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, તેની હાલત વધુ ગંભીર જણાતા તેણીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત નિપજ્યું હતું. 


બોલીવુડમાં ચમકેલી છુક-છુક ગાડી થઈ જશે છૂમંતર? આ શહેરનું આકર્ષણ હવે નહીં જોવા મળે


જાણો તરૂણીએ કેમ કર્યો આપઘાત
જસદણના લાતીપ્લોટ વિસ્તારમાં રહેતી તરૂણી મોબાઈલમાં વ્યસ્ત હતી. તે દરમિયાન તેની માતાએ ઘરકામ બાકી હોવાથી તેને કહ્યું હતું કે, પહેલા કામ પતાવી દે પછી મોબાઈલ જોજે, અત્યારે ફોન મૂકી દે. ત્યારે માતાની આ વાતનું ખોટું લગાડી તરૂણીએ ઘરમાં એક સાઈડ પડેલું એસિડ ભરેલું ટબ લઇ બાથરૂમમાં જતી રહી હતી. જ્યાં તરૂણીએ એસિડ પી લેતા તે બેભાન થઈ ગઈ હતી.


વડોદરામાં કોલેરા ફાટ્યો? નળમાંથી આવે છે ગંદુ પાણી, 20 વર્ષની યુવતીનુ થયુ મોત


આ અંગે પરિવારને જાણ થતાં તેઓ બાથરૂમ તરફ દોડ્યા હતા. બાથરૂમનો દરવાજો ખોલતા તરૂણી ત્યાં બેભાન મળી આવી હતી. જે બાદ પરિવારજનો તાત્કાલીક તેને સારવાર માટે જસદણ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારબાદ હાલત વધુ ગંભીર જાણતા વધુ સારવાર માટે ડોક્ટરો દ્વારા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ રિફર કરાઈ હતી. જ્યાં સારવાર દરિયાન તેનું મોત થયું હતું.


શું સાપોમાં પણ હોય છે લવ-ટ્રાયએન્ગલ? એકબીજાને વળગીને પ્રેમ કરવા લાગ્યા ત્રણ સાપ


જોકે, આ મામલે જસદણ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સિવિલ હોસ્પિટલ આવી પહોંચી હતી અને બાદમાં પરિવારજનોનું નિવેદન નોંધી પોલીસે તરૂણીનો મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube