Valsad News નિલેશ જોશી/વાપી : હાર્ટ એટેક હવે કોરોના કરતા પણ ખતરનાક બની રહ્યો છે. જીવલેણ હાર્ટ એટેકના કિસ્સા હવે લોકોને થથરાવી રહ્યાં છે. ત્યારે વલસાડ જિલ્લામાં હાર્ટ એટેકનો દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. પુત્રના જન્મદિવસની પાર્ટીમાં જ માતાનું જ હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. હોટલમાં આયોજિત કરાયેલી જન્મદિવસની પાર્ટીમાં મહેમાનોની હાજરી આ ઘટના બની હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડના વાપીની એક હોટલમાં બર્થડે પાર્ટી દરમિયાન આ ઘટના બની હતી. બારોટ પરિવારે દીકરા ગૌરિકના 5માં જન્મદિવસની ઉજવણી માટે પાર્ટીનું આયોજન કરાવ્યું હતું. મ્યુઝિક અને ગીત સંગીતના તાલે પરિવારજનો અને મહેમાનો ઝૂમી રહ્યા હતા એ વખતે જ પરિવાર પર કાળ ત્રાટક્યો હતો. આખો બારોટ પરિવાર મહેમાનોને આવકારી રહ્યા હતા. તે જ સમયે ગૌરિકના માતા યામિનીબેન બારોટ સ્ટેજ પરથી અચાનક ઢળી પડી હતી. પહેલા તો તેમણે પતિના ખભે માથુ નાંખી દીધું હતુ અને બાદમાં સ્ટેજ પરથી નીચે ઢળી પડ્યા હતા. કોઈ સમજે તે પહેલા તો માતાને હાર્ટ એટેકનો હુમલો આવી ગયો હતો. 


પૂરનો ખૌફ! ડરી ગયેલા વડોદરાવાસીએ પત્નીના દાગીના વેચીને બોટ ખરીદી


આમ યામિનીબેનને નીચે ઢળેલા જોઈને દોડાદોડી થઈ હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આમ, જન્મદિવસની ખુશી માતમમાં છવાઈ હતી. 


 


તબાહી આવશે કે પ્રલય? પૃથ્વીની ફરતે બે ચંદ્ર જોઈ વૈજ્ઞાનિકો પણ ચોંક્યા, કંઈક મોટું થશ