રજની કોટેચા/ઉના :ગઈકાલે ઉનામાં એક લગ્ન પ્રસંગમા દુખદ ઘટના બની હતી. ઘોડે બેસીને પરણવા જઈ રહેલા યુવકને ખબર ન હતી કે, તેની માતા હવે થોડા સમયની જ મહેમાન છે. તેના ઘરે આવનારી ખુશીઓ એકાએક માતમમાં ફેરવાઈ ગઈ હતી. પુત્રના લગ્નમાં જ માતાએ અંતિમ શ્વાસ લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


બન્યું એમ હતું કે, ઉનાના મૂળ કાજરડી ગામના વતની ભાણજીભાઈ તન્નાના પુત્ર બાલકૃષ્ણના લગ્ન લેવાયા હતા. શનિવારે વાજતેગાજતે તેના લગ્નની જાન નીકળી હતી. તમામ જાનૈયાઓ નાચતા હતા, તો માતાપિતાના ચહેરા પર અનેરો આનંદ હતો. વાજગેગાજતે જાન આગળ વધી રહી હતી, પણ અચાનક બાલકૃષ્ણના માતા લાભુબેનની તબિયત બગડવા લાગી હતી. વરઘોડામાં દીકરા લગ્નની ખુશીમાં નાચી રહેલા લાભુબેન અચાનક નીચે ઢળી પડ્યા હતા. જો જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. લાભુબેનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા, પણ ત્યાં સુધી તેમનો પ્રાણ ગયો હતો. 



આમ, દીકરાના લગ્નની ખુશી એકાએક શોકમય બની ગઈ હતી. જીવલેણ એટેકથી લાભુબેનનો જીવ ગયો હતો.